Google CEO સુંદર પિચાઈએ CSKને જીત પર ટ્વિટ કરી આપી શુભેચ્છા

  • May 30, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેન્નાઈ સુપર કિંગ્સએ IPL-2023નું ટાઈટલ જીતી લીધું છે. IPLમાં ધોનીએ ફરી એક વાર પોતાની કિંગશિપ સાબિત કરી છે. એક રોમાંચક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. આઈપીએલની પ્રથમ સિઝનથી લઈને અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો ફેન ફોલોઈંગ ઘણો મોટો છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ચેન્નાઈ IPL જીત્યું ત્યારે ખુદ Google CEO સુંદર પિચાઈ પણ અભિનંદન આપતા જોવા મળ્યા હતા.


જ્યારે પણ CSKની મેચ હોય છે, જ્યાં પણ સ્ટેડિયમ હોય છે, આખું ઓડિટોરિયમ CSKના પીળા રંગમાં રંગાઈ  જાય  છે. દેશ-વિદેશના લોકો ધોની અને તેની ટીમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. અને જ્યારે મેચ આઈપીએલની ફાઈનલ છે અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ તેને પોતાના નામે કરી લે છે, ત્યારે આ ક્ષણ તેના ચાહકો માટે ખાસ હશે. Google CEO સુંદર પિચાઈ CSKના આવા ઘણા ચાહકોમાંથી એક છે. CSK એ ઐતિહાસિક મેચ જીતી ત્યારે સુંદર પિચાઈએ પણ અભિનંદન પાઠવ્યા હતા. પિચાઈએ ટ્વીટ કર્યું, "શું ફાઈનલ છે! હંમેશની જેમ ગ્રેટ ટાટા આઈપીએલ, CSKને અભિનંદન! GT આવતા વર્ષે વધુ મજબૂત બનશે."


ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સ (GT) એ મેચમાં 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદના કારણે ડકવર્થ-લુઇસ નિયમ મુજબ 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ ઘટાડી દેવામાં આવ્યો હતો. જવાબમાં ચેન્નાઈની ટીમે 5 વિકેટે 171 રન બનાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બે બોલ પર ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂર હતી. ત્યારે રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો. તેણે મોહિત શર્માને સિક્સર અને પછી ફોર ફટકારીને ચેન્નાઈ માટે ફાઇનલમાં જીત મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application