સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર: ગુજરાત સરકાર આપશે મોટી સહાય, જાણો કોને કેટલાં રૂપિયા મળશે

  • July 24, 2023 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, પરિક્ષાની તૈયારીઓ માટે તેમની સરકાર તરફથી મોટી મદદ પુરી પાડવાનો પ્લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત કોને કોને એનો લાભ મળશે તે પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. ખાસ કરીને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ૨૦,૦૦૦ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.



આદિજાતિ યુવક-યુવતીઓ માટે ગુજરાત સરકારે નવી સહાય યોજના શરૂ કરી. આ યોજનાથી લાખો વિદ્યાર્થીઓને મોટી આર્થિક સહાય આપવામાં આવશે. રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ની રકમ એકવાર આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application