રાજ્યમાં ડુંગળી-બટાકા પકવતાં ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્ય સરકારે કરી આટલા કરોડની સહાયની જાહેરાત

  • March 07, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે ડુંગળી-બટાકાના ભાવ મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 


લાલ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે પ્રતિ કિલો બે રૂપિયાની ભાવફેરની સહાયની જાહેરાત કરી હતી. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે લાલ ડુંગળી પર કિલોએ બે રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળી માટે 70 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.


ખાવાના બટાકા પકવતા ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી સાથે સ્ટોરેજ માટે પણ અપાશે સહાય. બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકનાર ખેડૂતોને પ્રતિ કિલો એક રૂપિયાની સહાય, અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય પાવામાં આવશે. રેલવે મારફતે બટાકા બીજા રાજ્યમા મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન 1150 રૂપિયાની સરકાર સહાય કરશે. બટાકા અન્ય દેશમાં નિકાસ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં 25 ટકા સહાય અપાશે. 600 કટ્ટા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પર કટ્ટાદીઠ 50 રૂપિયાની સરકાર સહાય અપાશે. એપીએમસીમાં બટાકા વેચનાર ખેડૂતોને કટ્ટાદીઠ 50 રૂપિયાની સહાય કરાશે.
​​​​​​​

આ સાથે જ કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકશાનનો સર્વે માટે રાજ્ય સરકારે આદેશ કર્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application