મહાકુંભમાં ૬ કરોડનું સોનું પહેરીને ફરતા ગોલ્ડન બાબા બન્યા આકર્ષણનું કેન્દ્ર

  • January 18, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંગમ નગરી પ્રયાગરાજના મહાકુંભમાં સંતો અને ઋષિઓના ઘણા અત્પત સ્વપો જોવા મળી રહ્યા છે. આમાં, જે બાબા ભકતોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે તે ગોલ્ડન બાબા છે. તેમનું નામ એસકે નારાયણ ગિરિ જી મહારાજ છે, જે મૂળ કેરળના છે. હાલમાં તે દિલ્હીમાં રહે છે. નિરંજની અખાડા સાથે સંકળાયેલા આ બાબા પોતાની અનોખી શૈલી અને સોનાથી શણગારેલા વ્યકિતત્વને કારણે કુંભમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ગોલ્ડન બાબા લગભગ ૪ કિલો સોનું પહેરે છે, જેની કિંમત આશરે ૬ કરોડ પિયા હોવાનો અંદાજ છે. બાબાના દરેક રત્નની ચમક અલગ અલગ હોય છે. તેના હાથમાં સોનાની વીંટી, બંગડી, ઘડિયાળ અને સોનાની લાકડી પણ છે. લાકડી સાથે દેવી–દેવતાઓના લોકેટ જોડાયેલા છે, જે તેમની ભકિતનું પ્રતીક છે. બાબા કહે છે કે આ સોનું સાધના સાથે જોડાયેલું છે, અને દરેક રત્નમાં આધ્યાત્મિક શકિત હોય છે.
૬૭ વર્ષીય ગોલ્ડન બાબાએ અખાડાના પ્રમુખ રવિન્દ્ર પુરી મહારાજ પાસેથી દીક્ષા લીધી અને નિરંજની અખાડામાં જોડાયા. બાબા શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે. તેમનું કહેવું છે કે ધર્મ અને શિક્ષણ બંનેને સાથે લઈને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
બાબા યાં પણ જાય છે, ત્યાં તેમનામાં શ્રદ્ધા રાખનારા લોકોની ભીડ જામે છે. ભકતો તેમને ગોલ્ડન બાબા કહે છે. બાબા કહે છે કે મને આમાં કોઈ વાંધો નથી. બાબા પાસે ૬ સોનાના લોકેટ છે, જેમાંથી લગભગ ૨૦ માળા બનાવી શકાય છે. તેનો મોબાઇલ પણ સોનાના પડથી મઢેલો છે.
બાબા કહે છે કે તેઓ જે કઈં કરે છે તે સાધના સાથે સંબંધિત છે. તેમનો સોનાથી શણગારેલો દેખાવ દેખાડો કરવા માટે નથી, પરંતુ તે તેમના આધ્યાત્મિક જીવન અને તેમના ગુ પ્રત્યેની ભકિતનું પ્રતીક છે. કુંભ મેળામાં બાબાના વ્યકિતત્વની એક અનોખી છબી છે, જે લોકોને મંત્રમુગ્ધ કરે છે. ગોલ્ડન બાબા આધ્યાત્મિકતા અને ભકિતનો સંદેશ આપે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application