ચૂંટણી ચેકિંગમાં 5.84 કરોડના સોના-ચાંદી અને રોકડ ઝડપાયા

  • April 29, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણી દરમિયાન રોકડ દારૂ સોના ચાંદીના દાગીના ભેટ સોગાદ જેવી ચીજ વસ્તુ ઓની હેરાફેરી પર ચૂંટણી પંચ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. ચૂંટણીની આચાર સહિતા લાગુ પડ્યા પછી અત્યાર સુધીમાં કુલ 584.17 લાખના સોના ચાંદીના દાગીના રોકડ અને 31.83 લાખનો દેશી વિદેશી દારૂ ઝડપાયો છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગયા સપ્તાહ સુધી આ રકમ 570 લાખ જેટલી હતી જે આ સપ્તાહે વધીને 584 લાખે પહોંચી છે. એટલે કે છેલ્લા એક સપ્તાહમાં 14 લાખ જેટલો વધુ માલ ઝડપાયો છે. સૌથી વધુ 69 રાજકોટ પશ્ચિમમાંથી 327.60 લાખનો આવો મુદ્દા માલ ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી 73.80 લાખ રાજકોટ દક્ષિણમાંથી 7.37 લાખ રાજકોટ પૂર્વમાંથી 92 લાખ જેતપુર માંથી 34.64 લાખ જસદણમાંથી 5.14 લાખ ગોંડલમાંથી 41.46 લાખ અને ધોરાજીમાંથી 2.15 લાખનો માલ ઝડપાયો છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી 1.79 લાખનો દેશી દારૂ અને 20 લાખની કિંમતની 7000 વિદેશી દારૂની બોટલો ઝડપવામાં આવી છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો અહીં 2.10 લાખનો દેશી દારૂ અને 31.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.ચૂંટણી દરમિયાન રોકડ રકમ અને દારૂ જેવી ચીજ વસ્તુઓની હેરાફેરી પર તમામ પોસ્ટ પર કડક ચેકિંગ કરી રહ્યું છે.  શહેરી વિસ્તારમાં પણ સીવિલ ડ્રેસમાં પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવે છે. ચૂંટણી પંચની સ્ટેટીક ટીમ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ આ ચેકિંગમાં જોડાઈ છે. ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી હોવાથી ચેકિંગ વધુ મજબૂત બનાવવામાં આવશે તેમ પંચના સૂત્રો જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application