તહેવાર પહેલા સોનું ચમક્યું : ઓલ ટાઈમ હાઈ, 2914 રૂપિયાનો ઉછાળો

  • September 24, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તહેવારની સીઝન પહેલા સોનાએ મોટો ઝટકો આપ્યો છે. સોમવારે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. તેની કિંમતમાં 10 દિવસમાં 2914 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ ઝ્વેલર્સ એસોશિએશન (આઈબીજેએ) અનુસાર, સોમવારે સોનાના ભાવ 440 રૂપિયા વધીને 74,533 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.
આ પહેલા સોનાનો ભાવ 74,093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. બીજી બાજુ ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. તેમાં 508 રૂપિયા ઘટીને ચાંદી 88,409 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અમેરિકી કેન્દ્રીય બેંક તરફથી વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય શેર માર્કેટમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર 2628 ડોલર પ્રતિ ઔંશ સુધી પહોંચી ગયું છે. તેનાથી ભારતમાં પણ કિંમતમાં તેજી આવી છે.
અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાની અસર ભારતીય માર્કેટમાં જોવા મળી છે. સોમવારે ત્રીજા દિવસે સેન્સેક્સ  નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર બંધ થયું હતું. સેન્સેક્સ 384 અંક વધીને 84,928 અંક પર બંધ થયું હતું. નિફ્ટી 148 અંકના વધારા સાથે 25,939 અંક પર બંધ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application