સોનામાં કડાકો: ૧૦ ગ્રામે ૫૫૦૦ના ઘટાડા સાથે ૭૦,૦૦૦ની સપાટીએ

  • July 26, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે બજેટમાં સરકારે ઈમ્પોર્ટ ડુટીમાં ૫૦% નો ઘટાડો કરતા સોના અને ચાંદી બંનેમાં ધરખમ ઘટાડો આવ્યો છે. ત્રણ દિવસથી સોનાના ભાવ નીચે સરકી રહ્યા છે યારે આજે ૧૦ ગ્રામએ સોનાના ભાવમાં સાડા પાંચ હજારનો ઘટાડો અને ૧૦૦ ગ્રામે સોનામાં ૫૫ હજારનો ઘટાડો નોંધાયો છે યારે ચાંદીની ચમક પણ ઘટી છે અને ૪૦૦૦ જેટલા ભાવ ઓછા થતાની સાથે ચાંદી પણ ૮૨,૦૦૦ ની સપાટીએ આવી ગઈ છે.
બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડુટીમાં ઘટાડો લાવી ૬% કરવામાં આવી છે. લાંબા સમયથી ઝવેરીઓની આ માગણીનો સરકારે આ વરસે કર્યેા છે. જેની અસર સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ ઉપર જંગી ઘટાડા સાથે થઈ છે.
રાજકોટની સોની બજારમાં આજે સતત ત્રીજા ત્રીજા દિવસે સોનાના ભાવ તૂટા છે. સ્થાનિક બજારમાં આજે સોનુ તૂટીને ૭૦,૦૦૦ એ પહોંચ્યું છે. રાજકોટની બજારમાં નોંધાયેલા ભાવમાં સોનાનો ભાવ ૭૦૪૧૯ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો હતો. યારે ચાંદીના ભાવમાં ૪૦૦૦ ના કડાકા થી ૮૦ હજાર નોંધાયો છે.
બંને કીમતી ધાતુમાં સરકારે આયાત ડુટીમાં ઘટાડો કર્યેા તેની સૌથી વધુ અસર પડી છે. સમગ્ર વર્ષ દરમિયાન જુલાઈ મહિનાના આ સાહમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડા સાથે એક સાથે પાંચ હજાર ભાવ ઓછા થયા છે. બુલિયન માર્કેટમાં ઘટાડા સાથેના ભાવમાં ડિમાન્ડ વધી હોવાથી એક એક જ સાહના બુકિંગ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાન્યુઆરી મહિના બાદની સપાટી સતત વધી રહી હતી જેને લઈને સ્થાનિક બજારમાં સોના ચાંદીની ખરીદી પણ બ્રેક લાગી ગઈ હતી. ત્રણ દિવસમાં સાડા પાંચ હજાર જેટલો ઘટાડો નોંધાતા ફરીથી માંગ નીકળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application