પોરબંદરમાં મૃતદેહ ઉપરથી સોનાના ચેનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.છાયાના અંબેનગરમાં આવેલ શુભ સોસાયટીમાં રહેતા મહેશ લાખાભાઇ ડોડીયા નામના પી.જી.વી.સી.એલ.ના નેટવર્ક એન્જીનીયરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના રાજકોટ ખાતે રહેતા બનેવી કૌશિકભાઇ નાથાભાઇ વાળા પોરબંદર આવ્યા ત્યારે તેઓ બીમાર પડયા હતા અને પોરબંદરની આઇ.સી.યુ. હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન કૌશિકભાઇ મૃત્યુ પામ્યા હતા. જેથી તેમની લાશ ઉપર સફેદ કપડુ ઢાકેલુ હતુ તેને ઉંચકીને જોતા તેમણે ગળામાં પહેરેલો સોનાનો ચેન ગાયબ થઇ ગયો હતો. આથી હોસ્પિટલના સ્ટાફના માણસોને પૂછતા ચેન બાબતે કોઇ કશુ જાણતુ નહી હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતે આઇ.સી.યુ. વોર્ડમાંથી સવા તોલા વજનનો ૬૨,૫૦૦ ા.નો ચેન કોઇએ ચોરી લીધાનો ગુન્હો નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech