ગોઢાણીયા આઇ.ટી. કોલેજનું બી.સી.એ. સેમ-૨નું સર્વશ્રેષ્ઠ પરિણામ થયુ જાહેર

  • August 24, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોઢાણીયા આઇ.ટી. કોલેજનું બી.સી.એ. સેમ-૨નું સર્વશ્રેષ્ઠ પરિણામ  જાહેર થયુ છે.તાજેતરમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢ દ્વારા બી.સી.એ. સેમ-૨નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર્સની સખત મહેનતના પરિણામ સ્વ‚પે કોલેજની પરંપરા મુજબ શ્રેષ્ઠ પરિણામ આવેલ છે.
અમોને ગર્વ સાથે જણાવતા આનંદ થાય છે કે કોલેજમાં પ્રથમ ક્રમે ગોહેલ નિત્યા ૯૨.૧૮%, દ્વિતીય ક્રમે બાપોદરા રિધ્ધિ ૯૦.૭૩% જ્યારે તૃતીય ક્રમે રાતડીયા ભાવિશા ૯૦.૧૮% મેળવી પોરબંદર જિલ્લા, કોલેજનું તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે.
વિદ્યાર્થીઓએ મેળવેલ આ ઉચ્ચ સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, ટ્રસ્ટી શાંતાબેન ઓડેદરા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, વર્કિંગ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, વર્કિંગ ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરા, કોલેજના ડાયરેકટ કમ  હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. ધવલ ખેર તેમજ સમગ્ર કોલેજ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application