વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં આયોજિત બે દિવસીય જી૨૦ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે ગ્લોબલ સાઉથના પડકારોને પ્રાધાન્ય આપવા વિનંતી કરી.જી૨૦ સમિટને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક સંઘર્ષને કારણે ખાધ, ઈંધણ અને ખાતરનું સંકટ ઉભું થયું છે, જેના કારણે ગ્લોબલ સાઉથના દેશો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જી–૨૦ સમિટના પહેલા દિવસે સંબોધનની શઆત કરતી વખતે તેમણે બ્રાઝિલના રાષ્ટ્ર્રપતિની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વમાં અનેક મોરચે લડાઈ રહેલા યુદ્ધોને કારણે ખાધ, ઈંધણ અને ખાતરની કટોકટીથી ગ્લોબલ સાઉથના દેશો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ કારણોસર આપણે વૈશ્વિક દક્ષિણના દેશોના પડકારોને પ્રાથમિકતા આપવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે હત્પં કહેવા માંગુ છું કે વૈશ્વિક સંઘર્ષને કારણે ગ્લોબલ સાઉથના દેશો ખોરાક, ઈંધણ અને ખાતરના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે. તેથી, અમારી ચર્ચાઓ ત્યારે જ સફળ થઈ શકે યારે આપણે વૈશ્વિક દક્ષિણના પડકારો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીએ અને જે રીતે અમે આફ્રિકન યુનિયનને જી૨૦માં કાયમી સભ્યપદ આપ્યું તે જ રીતે અમે ગ્લોબલ સાઉથને પણ અવાજ આપીશું. વૈશ્વિક શાસનની સંસ્થાઓમાં સુધારો થશે. આ દરમિયાન પીએમ મોદીએ ૨૦ સમિટની બાજુમાં ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી અને સ્પેસ, એનર્જી અને એઆઈ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની રીતો પર ચર્ચા કરી. જી૨૦ શિખર સંમેલનની બાજુમાં પીએમ મોદી ઇટાલી, ઇન્ડોનેશિયા, નોર્વે અને પોર્ટુગલ સહિત અનેક દેશોના વડાઓને મળ્યા અને સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગેા પર ચર્ચા કરી.વિશ્વ આર્થિક અને સામાજિક વિકાસના આધારે બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે– ગ્લોબલ નોર્થ અને બીજું– ગ્લોબલ સાઉથ. ગ્લોબલ નોર્થમાં અમેરિકા, જાપાન, કોરિયા, યુરોપિયન દેશો જેવા વિશ્વના વિકસિત અને સમૃદ્ધ દેશોનો સમાવેશ થાય છે. યારે, વૈશ્વિક દક્ષિણમાં આર્થિક અને સામાજિક વિકાસના આધારે ઓછા વિકસિત અથવા વિકાસશીલ દેશો છે. તેમાં લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા અને ઓશેનિયાના દેશોનો સમાવેશ થાય છે. ગ્લોબલ સાઉથમાં લગભગ ૧૦૦ દેશો છે. આ વર્ષે, ૧૨–૧૩ જાન્યુઆરીએ, ભારતે 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ' નામની વચ્ર્યુઅલ સમિટનું આયોજન કયુ હતું. આ સમિટમાં સોથી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગ્લોબલ સાઉથ દેશોની કોન્ફરન્સ આટલા મોટા પાયે આયોજિત કરવામાં આવી હોય તેવો આ પ્રથમ પ્રસગં હતો. ભારત પાસે હાલમાં જી–૨૦ના પ્રમુખ પણ છે. આ પ્રથમ વખત છે યારે ભારતને જી–૨૦નું પ્રમુખપદ મળ્યું છે. જી–૨૦માં ભારત ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech