ડીઆરયુસીસીમાં ચેમ્બરની ગર્જના; રાજકોટને વધુ ટ્રેન આપો

  • December 18, 2023 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ રેલવે જંકશન સ્ટેશન ખાતે મળેલી ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલટેટીવ કમિટીની મિટિંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડન્ટ અને ડીઆરયુસીસી મેમ્બર પાર્થભાઇ ગણાત્રાએ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રના રેલવે મુસાફરો માટે વિવિધ નવ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા તેમજ કોઇ જીવલેણ દુર્ઘટના સર્જાય તે પૂર્વે પ્લેટફોર્મનું રિપેરિંગ કરી મુસાફરો માટે ઘટતી સુવિધાઓની પૂર્તિ કરવા રાજકોટ સ્થિત વેસ્ટર્ન રેલ્વે ડીઆરયુસીસી સેક્રેટરી તથા સિનીયર ડીસીએમ સુનિલકુમાર મીણા સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છની ૭૦ વર્ષ જૂની પ્રતિિત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા રાજકોટ શહેરના વેપારીઓ અને ઉધોગપતિઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી તેમજ રેલવે મુસાફરો પાસેથી સુચનો, ફરિયાદો, રજૂઆતો, માંગણીઓ વિગેરે મંગાવી ડીઆરયુસીસીની દરેક મિટિંગમાં તે સુચનોની લેખિત રજુઆત કરવામાં આવી રહી છે, ડીઆરયુસીસી ઉપરાંત અગાઉ ઝેડઆરયુસીસીમાં વેસ્ટર્ન રેલવે હેડ કવાર્ટર્સ મુંબઇ સુધી પણ લેખિત રજૂઆતો કરાઇ હતી. ખાસ કરીને રેલવે વિભાગ દ્રારા અગાઉ લાંબા અંતરની જે ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની રજૂઆતો કરાઇ હતી તે આજ દિવસ સુધી લંબાવાઇ ન હોય તે મુદ્દે પાર્થભાઇ ગણાત્રા દ્રારા ડીઆરયુસીસી મિટિંગમાં આક્રમક રજૂઆત કરીને અધિકારીઓ સમક્ષ બુલદં માંગ ઉઠાવી હતી.


કોઇ દુર્ઘટના સર્જાય તે પૂર્વે રાજકોટ રેલવે જંકશન સ્ટેશનના પ્લેટફોમ્ર્સનું રિપેરિંગ કરો

રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર જરી વેઈટીંગ લોંજ–ઈન્ડીકેટર તથા જરી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે. પરંતુ પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ ઉપર કોઈપણ પ્રકારની આવશ્યક સુવિધા પુરી પાડવામાં આવતી નથી. જેમ કે લીફટ, એસ્કેલેટર, કોચ ઈન્ડીકેટર, કેટરીગ સ્ટોલ, શેડ, ફુટ ઓવરબ્રીજ વગેરે. જગ્યાની સંકળાશ તથા એક જ સમયે આવક–જાવક થતી ટ્રેનોના સમય દરમ્યાન અત્યતં ટ્રાફિક તથા અસુવિધાઓ અને અસલામતી જોવા મળે છે. તેથી આ બન્ને પ્લેટફોર્મને વહેલામાં વહેલીતકે તમામ સુવિધા યુકત બનાવવા ખાસ જરી છે. ખાસ કરીને ઓખા દેહરાદુન વચ્ચે દોડતી સાહીક ટ્રેન કે જેમાં મોટા ભાગે સિનીયર સીટીઝનો યાત્રાળુપે હરિદ્રારા ખાતે વધારે મુસાફરી કરતા હોય છે ત્યારે આવા સિનિયર સિટીઝનોને કોઈપણ પ્રકારની સુવિધા ન મળવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


રાજકોટ–સૌરાષ્ટ્ર્રની દોઢ કરોડની વસ્તી માટે ચેમ્બર ઓફ કોમર્સએ કરેલી ૧૨ માગણીઓ
(૧) અમદાવાદ–પટના એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવો
(૨) અમદાવાદ–પ્રયાગરાજ એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવો
(૩) અમદાવાદ–કોલકત્તા એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવો
(૪) અમદાવાદ કોલ્હાપુર એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવો
(૫) નાગપુર–અમદાવાદ એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવો
(૬) અમદાવાદ હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવો
(૭) ટ્રેનનં.૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ–હાપા વચ્ચે દોડતી દુરન્તો એકસપ્રેસને જામનગર સુધી લંબાવો.
(૮) ટ્રેનનં.૨૨૯૨૬ જામનગ૨–અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભા૨ત એકસપ્રેસ ટ્રેનને ઉધના સુધી લંબાવો
(૯) હાપા–બિલાસપુર વચ્ચે દોડતી સાહીક સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનને ઓખા સુધી લંબાવવ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application