ખંભાળિયા શહેરમાં નકલી અધિકારી બનીને કારમાં લાલ લાઈટ ફીટ કરાવી રોફ જમાવતા ફરતા આરોપી જીલ ભરતભાઈ પંચમતીયા પાસેથી નકલી અધિકારીની હોદ્દાની પ્લેટ, લેટર, ઓળખકાર્ડ, સરકારી ગાડી જેવી નંબર પ્લેટ, સહિત અનેક બોગસ દસ્તાવેજ પોલીસે કબજે કર્યા છે. આ પ્રકરણમાં અન્ય એક આરોપી કેશાબેન કેતનભાઈ દેસાઈ વિરુદ્ધ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે પોલીસે આરોપીની કેશાબેન દેસાઈની ધરપકડ કરી જેલ વાલે કર્યા હતા.
આ પ્રકરણમાં આરોપી કેશાબેન દ્વારા જામીન મુક્ત થવા માટે ખંભાળિયાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ અરજી દાખલ કરવામાં આવતા આ પ્રકરણમાં કેશાબેન દેસાઈના વકીલ ફાલ્ગુનીબેન વ્યાસ, પ્રજ્ઞેશભાઈ ઠાકર અને પ્રતિકભાઈ જોષી દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech