જોડિયા-ભુંગામાં યુવતિ પર છરીથી હુમલો

  • March 02, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છુટાછેડા આપ્યાનું મનદુ:ખ કારણભુત : એક સામે પોલીસ ફરીયાદ

બેડેશ્ર્વરના જોડિયા ભુંગા કચ્છી પાડો વિસ્તારમાં યુવતિ પર છરીથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડીને શખ્સ નાશી છુટયો હતો, છુટાછેડા આપ્યાનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરના બેડેશ્ર્વરના જોડીયાભુંગા કચ્છી પાડામાં રહેતી રેશ્માબેન અબાહમદ આરબ (ઉ.વ.૩૦) નામની યુવતિએ આશરે ત્રણેક વર્ષ પહેલા આરોપીને છુટાછેડા આપેલ હોય તેનો ખાર રાખીને ગઇકાલે કચ્છી પાડા વિસ્તારમાં  ઇમરાન નામનો શખ્સ ઘસી આવ્યો હતો. ફરીયાદી તથા તેમનો ૧૦ વર્ષનો પુત્ર હુશેન તથા તેમના ભાભી હીનાબેન જી.જી. હોસ્પીટલેથી દવા લઇને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આરોપીએ ફરીયાદીને રોકીને અપશબ્દો કહયા હતા. ગાળો કાઢવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ નેફામાથી છરી કાઢીને યુવતિ પર હુમલો કરી ઇજા પહોચાડી નાશ છુટયો હતો.
આ અંગે રેશમાબેન દ્વારા બેડેશ્ર્વર જોડીયા ભુંગા શાળા નં. ૩૦ પાસે રહેતા ઇમરાન આમદ દલ નામના શખ્સ વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News