આગામી લોક સભા ચુંટણી ૨૦૨૪માં ભાજપ પક્ષ તરફથી પરષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેમજ તેઓની ભાજપ પક્ષ તરફથી લોકસભા ચુંટણી કોઇપણ ઉમેદવારી કરવા દેવામાં ન આવે અને ફોજદારી કાર્યવાહી તેમજ ચુંટણી આચાર સંહિતા ભંગ સહીત પગલાં ભરવાની માંગ સાથે ઉના ગીરગઢડા ક્ષત્રિય ગીરાસદાર રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનહરસિંહ રાઠોડ, પ્રમુખ વિજયસિંહ વાઘેલા, ઉપ પ્રમુખ બહાદુરસિંહ રાઠોડ, સામાજીક આગેવાનો, વડીલો, યુવાનો સહીતનાં બહોળી સંખ્યામાં લોકોએ સૂત્રોચાર સાથે ઉના ડે. કલેકટરને લેખીત આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.
લોકસભા ચુંટણીને લઈ લોકસભા સીટ ઉપરથી કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પક્ષના રાજ્ય સભાના સાંસદ પુરસોત્તમ રૂપાલાને ભાજપ પક્ષ પરફથી ઉમેદવારી કરવા ટીકીટ આપેલ છે. હાલમાં પુરષોત્તમ રૂપાલાએ ગઈ તા. ૨૩ માર્ચ ૨૦૨૪ થી રાજકોટ ખાતે ક્ષત્રીય સમાજને લાંછન લાગે તેવું ભાષણ આપેલ છે. આથી ક્ષત્રિય સમાજની ગરીમાને હાની પહોંચાવાના ઈરાદે આપાયેલ ભાષણમાં રાજપુત સમાજના રાજા રજવડાઓ તેમજ બહેન બેટીઓની ગરીમાંને લાંછન રૂપ વકતવ્ય આપેલું છે.
આથી આગામી લોક સભા ચુંટણી ૨૦૨૪માં ભાજપ પક્ષ તરફથી પુરષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેમજ તેઓની ભાજપ પક્ષ તરફથી લોક સભા ચુંટણી ૨૦૨૪ કોઇપણ ઉમેદવારી કરવા દેવામાં ન આવે તેવી માંગ સાથે ક્ષત્રિય ગીરાસદાર રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેના, સહીત વિવિધ સંગઠનના સામાજીક આગેવાનો, વડીલો, યુવાનો સહીતનાં બહોળી સંખ્યામાં લોકોએ ડે. કલેકટરને લેખીત રજુઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech