મહાપાલિકાની ફૂડ શાખા દ્રારા બે ડેરીમાંથી શુધ્ધ ઘી તથા મિકસ દૂધના લેવાયેલા નમૂનામાં વેજીટેબલ ઓઈલ મળી આવતા બન્નેના સંચાલકો સામે હવે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.ફૂડ વિભાગ દ્રારા સીતારામ ડેરી ફાર્મ, રાધિકા પાર્ક, સેંટમેરી સ્કૂલની પાસે, રેલ્વે નાની ફાટક પાસે, મોરબી રોડ, હાઇ વે બ્રીજની નીચે, રાજકોટ મુકામેથી અશોકભાઇ પરસોતમભાઈ શંખાવરા પાસેથી લેવામાં આવેલ ખાધચીજ શુધ્ધ ઘી (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ખોડિયાર ડેરી ફાર્મ નમકીન, કિષ્ના પાર્ક સોસાયટી, બ્લોક નં.૩૩, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ, રાજકોટ મુકામેથી ખોડાભાઈ ગોકુલભાઈ લૂણાગરિયા પાસેથી લેવામાં આવેલ ખાધચીજ મિકસ દૂધ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી અને પ્રમાણ ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસએન વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર ચોક વિસ્તારમાં આવેલ રવેચી ગુજરાતી થાળી બાલાજી પાન કોલ્ડિ્રંકસ, ખોડિયાર પાન કોલ્ડિ્રંકસ, અનુગ્રહ સેલ્સ એજન્સી, શ્રીરામ સોડા શોપ, આસ્થા પ્રોવિઝન સ્ટોર, પુજા પાણીપુરી, ક્રિષ્ના સેલ્સ એજન્સી, શાયોના પ્રોવિઝન સ્ટોર, જલિયાણ ફરસાણ, ખોડિયાર કિરણાં ભંડાર, રાધે ડ્રાયફ્રટ, સનરાઇઝ કોલ્ડિ્રંકસ, જલારામ ખમણ, ગોકુલ કુલ્ફી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. મોમાઇ સુપર માર્કેટ, જય ચામુંડા ફરસાણ, યમુનાજી પ્રોવિઝન સ્ટોર, ડોલી અમુલ પાર્લર, ગોપાલ ફરસાણ, તિપતી ડેરીની ચકાસણી કરવામાં આવેલ.
ડ્રાયફ્રટ ચેકિંગ અંર્તગત સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફડ વિભાગ દ્રારા ફુડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ નીચે મુજબની વિગતે દર્શાવેલ ૦૫ પેઢીમાંથી અલગ–અલગ પ્રકારના ડ્રાયફ્રટના કુલ– ૧૦ નમૂના લેવામાં આવેલ
ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં ડ્રાઈવ પાંચ સ્થળેથી નમૂના લેવાયા
(૧) વડી ટ્રેડર્સ, પરિવાર પાર્ક કોર્નર, આર્યસમાજ રોડ, રાજકોટમાંથી બદામ (લુઝ)
(૨) એન્ટરપ્રાઇઝ (સિટી માર્ટ)અમિન માર્ગ, રાજકોટમાંથી (૩) ગોલ્ડન સુપર માર્કેટ, રાજનગર મેઇન રોડ, રાજકોટમાંથી અંજીર (લુઝ) પીસ્તા, અમિન માર્ગ પરના ચંદન સુપર માર્કેટ, અમીન માર્ગ, રાજકોટમાંથી કિસમિસ (લુઝ), કાજુ તથા બદામ(૪) ચંદન પ્રોવિઝન સ્ટોર, કિસમિસ (લુઝ) સહિતના ડ્રાયફટસના નમૂના લેવાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech