રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે: તૈયારીઓ શરૂ

  • January 22, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાય ચૂંટણી આયોગ દ્રારા તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫થી વિવિધ સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકી છે.
રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર– નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઉપલેટાની ૦૪ ડુમીયાણી ૧૩– પાનેલી મોટી –૧, જસદણની ૧–આંબરડી,૫ ભાડલા, જેતપુરની ૧૫– પીઠડીયા, ગોંડલની ૨૦– સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.
રાય ચૂંટણી આયોગ દ્રારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓકર્મચારીઓની બદલી તેમ જ રજા પર પ્રતિબધં લગાવ્યો છે.
રાય ચૂંટણી આયોગ દ્રારા નક્કી કરાયેલ તારીખ મુજબ તા. ૨૧ જાન્યુઆરી ચૂંટણીની જાહેરાતોની તારીખ, તા.૨૭ જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા.૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, તા.૪ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ, તા.૧૬ ફેબ્રુઆરીએ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની તારીખ, તા.૧૭ ફેબ્રુઆરી જર જણાય તો પુન: મતદાનની તારીખ, તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની તારીખ તથા તા.૨૧ ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરાઈ છે.
આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચારસંહિતાનું ચુસ્તપણે અમલ થાય તે માટે જે તે કચેરીઓને રાય ચૂંટણી આયોગે આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application