ભારતીય ક્રિકેટ ટીમને નવા મુખ્ય કોચ મળી ગયા છે. BCCIએ ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકે નિમણૂંકની જાહેરાત કરી છે.
ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડના સ્થાને ભારતના મુખ્ય કોચ બનશે. 42 વર્ષીય ગંભીર વર્ષ 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ભાગ હતા. આ સાથે તેમની મેન્ટરશિપ હેઠળ KKRએ IPL 2024નો ખિતાબ જીત્યો હતો. તેની કેપ્ટન્સીમાં કોલકાતા બે વખત આઈપીએલ ચેમ્પિયન પણ બની ચુક્યું છે.
જય શાહે કરી પોસ્ટ
બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગંભીરની મુખ્ય કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેણે લખ્યું- હું ખૂબ જ ખુશ છું કે હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરું છું. આધુનિક સમયમાં ક્રિકેટનો ઝડપથી વિકાસ થયો છે અને ગૌતમે તેને નજીકથી જોયો છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કરીને પોતાની ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગૌતમ આદર્શ વ્યક્તિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્ક ઝકરબર્ગએ 21મી એનિવર્સરી પર પત્ની માટે ગાયું ખાસ ગીત, Spotify પર રિલીઝ પણ કર્યું
November 14, 2024 12:29 PMજલગાંવમાં એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ: ગર્ભવતી મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ
November 14, 2024 12:21 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ૮૧ રૂપિયા ઓછા ભાવે મગફળીના સોદા
November 14, 2024 12:12 PMખ્યાતિ હોસ્પિટલમાં ભાજપના નેતાની ભાગીદારી?
November 14, 2024 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech