રાજકોટમાંથી નીકળતો કચરો નાકરાવાડી ડમ્પિંગ સાઈટ ખાતે ઠલવાઈ છે દરમિયાન કચરાના ગજં ઉપર વરસાદ વરસતા તેમાંથી નીકળતા ગંદા પાણીને કારણે ગામનું પાણી અને જમીન પ્રદુષિત થતી હોય તેમજ હાલ ચોમાસામાં રોગચાળો ફેલાયો હોય ગત સાંજે ચાર કલાકે ગ્રામજનો વિફર્યા હતા અને મનપાના કચરાના ટ્રક રોકી કચરો ઠાલવવાનું બધં કરાવ્યું હતું. યારે આજે સવારે પણ કચરો ઠાલવવા નહીં દેતા ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ અને ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર સ્થળ ઉપર દોડી ગયા હતા. દરમિયાન ગ્રામજનોની માંગણી મુજબ કચરામાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે પાઇપ લાઈન નાખવા તેમજ ગામમાં આરોગ્ય કેમ્પ યોજવા સહિતની બન્ને માંગણી સ્વીકારી લેવામાં આવતા મામલો ઉકેલાયો હતો અને આજે બપોરે ૧૨ વાગ્યાથી રાબેતા મુજબ કચરો ઠાલવવાનું રાબેતા મુજબ શ થઇ ગયું છે તેમજ ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારએ જણાવ્યું હતું.
વિશેષમાં નાકરાવાડીના રહીશો તેમજ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટ શહેરનો તમામ ઘન કચરો એકઠો કરીને રાજકોટ મહાનગરપાલિકા નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં નાખે છે. આ કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે. જોકે વર્ષેાથી આ મામલે વિવાદ ચાલી રહ્યા છે અને તેની માઠી અસરો અને વેદના ગામવાસીઓને ભોગવવી પડી રહી છે. પ્રોસેસિંગના અભાવે કચરાના ડુંગરો ઊભા થયા છે અને તેને કારણે જમીન અને જળનું પ્રદૂષણ થયું છે. મનપાએ પ્રોસેસિંગ માટે કરોડો પિયા ખર્ચ કર્યા બાદ પણ પરિણામ મળ્યું નથી. વરસાદ બાદ ફરીથી પ્રદૂષણ ફેલાતા ગ્રામવાસીઓએ મનપાના ડમ્પર અટકાવી દીધા હતા. નાકરાવાડીમાં ડમ્પિંગ સાઈટને કારણે માત્ર નાકરાવાડી જ નહિ આસપાસના અનેક ગામો પ્રદૂષણ પ્રભાવિત થયા છે. પ્રદૂષણ સામે જંગે ચડેલા લોકોએ લગાતાર લડત આપતાં ગ્રીન ટિ્રબ્યૂનલે મનપાની ભારે ઝાટકણી કાઢી હતી અને દડં પણ ફટકાર્યેા છે. જેને લઈને મનપાએ જૂના કચરાનો નિકાલ અને નવો કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવાનું કામ ચાલુ કરીને હવે પ્રદૂષણ નહિ ફેલાય તેવી ખાતરી આપી હતી. જોકે આ બાંહેધરી ખોટી નીકળી હતી. નાકરાવાડી નજીક કચરાના ડુંગરો પર વરસાદ પડતા પાણી શોષાયું હતું અને હવે આ પાણી કચરાનું ધોવાણ કરીને આસપાસના નદી–નાળામાં ભળી રહ્યું છે. કચરામાંથી નીકળેલું આ પાણી ગટરના પાણી કરતાં પણ ગંદું અને પ્રદૂષિત છે અને આખા ગામમાં દુગધ ફેલાઈ હતી.જેથી ગામવાસીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી અને સ્થળ ઉપર બોલાવ્યા હતા. જોકે અધિકારીઓએ એમ કહ્યું કે, આ અટકાવવાનું કામ મનપાનું છે તેને જાણ કરો. આમ કહેતાં જ ગામવાસીઓએ પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે, જીપીસીબીને સફાઈ કરવા નહિ પણ મનપા સામે ફરિયાદ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારબાદ અધિકારીઓએ સરવેની કામગીરી કરી હતી. બીજી તરફ મનપાના કચરા ભરેલા ડમ્પર નાકરાવાડી સાઈટ પર જતા હતા તેમને અટકાવી દઈને વિરોધ કર્યેા હતો. યાં સુધી પ્રદૂષિત પાણી વહેતું બધં ન થાય ત્યાં સુધી મનપાને કામ કરવા દેવામાં આવશે નહિ તેવું કહેતા અધિકારીઓમાં દોડધામ થઇ હતી
કચરામાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નખાશે
નાકરાવાડીના ગ્રામજનોને જે મૂળ ફરિયાદ હતી કે કચરામાંથી ટપકતું પાણી ગામમાં આવે છે અને તેથી ગામના તળ અને જમીન પણ પ્રદુષિત થઇ રહી છે. હાલ આ કચરામાંથી નીકળતા ગંદા પાણીના એકત્રીકરણ માટે અહીં મનપાએ તળાવ બનાવ્યું છે. પરંતુ ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ આજે સ્થળ ઉપર સમાધાન માટે ગયેલા ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારએ જણાવ્યું હતું કે નાકરાવાડીથી ગંદા પાણીના નિકાલ માટે ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાઇપ લાઇન નખાશે જેના મારફતે ગંદા પાણીનો નિકાલ થશે તેવી ખાતરી આપતાં હાલ મામલો ઉકેલાયો છે અને રાબેતા મુજબ કચરો ઠાલવવાની કામગીરી શ થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech