Ganesh Chaturthi: ફક્ત માટી જ નહી પરંતુ ઘરમાં રહેલી આ વસ્તુઓ માંથી પણ તમે ઈકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ બનાવી શકો છો

  • September 03, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણેશ ચતુર્થી નજીકના દિવસોમાં આવી રહી છે. ભક્તો ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે સ્થાપના કરતા હોય છે. 9 અથવા તો 10 દિવસ સુધી તેમની સ્થાપના રાખવામાં આવતી હોય છે. આ સમયગાળા દરમિયાન, ભજન, કીર્તન અને ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ 10માં દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન નદી અથવા તળાવમાં કરવામાં આવે છે.


ઘણા લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. તમે આ વસ્તુઓનો ઉપયોગ કરીને માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ તમે ઘરે પણ બનાવી શકો છો.


ગાયનું છાણ

ગાયના છાણથી બનેલી મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી હોય છે અને તેમાં કોઈ પ્લાસ્ટિક કે હાનિકારક રસાયણો હોતા નથી. આવી સ્થિતિમાં તમે ગણેશ ચતુર્થીના દિવસે પણ ગાયના છાણથી બનેલી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી શકો છો.


હળદર

રસોડામાં ઉપલબ્ધ હળદરના પાવડરથી પણ બાપ્પાની મૂર્તિ બનાવી શકો છો. તેને લોટમાં મિક્સ કરી લો અને પછી તે હળદરની પેસ્ટમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવી શકો છે.


સાબુદાણા અને ચોખા

માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિને સજાવવા માટે ઘરે સાબુદાણા, સૂકા ફળો, ચોખા, રંગબેરંગી કઠોળનો ઉપયોગ કરી શકો છો.


મૂર્તિ બનાવવાની પદ્ધતિ


ભગવાન ગણેશની મૂર્તિ બનાવવા માટે સામાન્ય માટી, હળદર અથવા લોટનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ માટીને સારી રીતે ભીની કરો.


આ પેસ્ટ તૈયાર કરી મૂર્તિ બનાવી શકાય છે. હવે મૂર્તિને ગણપતિ બપ્પાનો યોગ્ય આકાર આપો અને તેને સૂકવવા માટે થોડો સમય છોડી દો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application