સદબુધ્ધિ દેજો દાદા: ગણપતિ પંડાલમાંથી દાનપેટીની ચોરી કરીને કલાકોમાં પકડાયો

  • September 29, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાણાની લાલસા કે કુસંગતે ચડેલાઓ ચોરી કરવામાં ધાર્મિક સ્થળને પણ નથી છોડતા. રૈયા રોડ પર સદગુરૂ તિર્થધામ કોમ્પલેક્ષમાં ગણપતિ પંડાલમાંથી ૨૮૦૦૦ની રોકડ સાથેની દાનપેટી ચોરાઇ. જો કે એલસીબી ઝોન–૨ની ટીમે કલાકોમાં જ તસ્કરને દાનપેટીની રોકડ સાથે દબોચી લેતાં ભાવિકોમાં હાશકારા સાથે દાદા આવા વ્યકિતઓને સદબુધ્ધિ દે જેવા ઉદગારો નીકળ્યા હતાં.
રૈયા રોડ કોમ્પલેક્ષના ધંધાર્થીઓ, દુકાનદારો કમિટી દ્રારા પંડાલ કરી ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાંથી બે દિવસના અંતરાલ દરમિયાન રાત્રીના સમયે કોઇ ઇસમ ૨૮૦૦૦ની રોકડ સાથેની દાનપેટી ચોરી કરી જતાં વિપુલ પ્રફુલભાઇ પાડલિયા નામના યુવકે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ધાર્મિક પંડાલમાંથી ચોરી થતાં ભાવિકોની લાગણી પણ દુભાઇ હતી કે ધાર્મિક સ્થળને પણ તસ્કરો છોડતા નથી. ચોરી સંદર્ભે એલસીબી ઝોન–૨ના પીએસઆઇ રામદેવસિંહ એચ.ઝાલા તથા ટીમે તસ્કરને શોધવા કવાયત આરંભી હતી. આઇ.વે. પ્રોજેકટના સીસીટીવી ફટેજ તેમજ માર્ગ પરના અન્ય ફુટેજ ચેક કરાયા હતાં. જેમાં એક શખસ દાનપેટી લઇ એકિટવા પર જતો દેખાયો હતો.
દરમિયાનમાં ટીમના વિરેન્દ્રસિંહ ઝાલા, રાહુલભાઇ ગોહેલ, ધર્મરાજસિંહ ઝાલાને માહિતી મળી હતી જે આધારે ટીમ રૈયા રોડ હનુમાન મઢી પાસે પહોંચી હતી. જયાં રૈયા રોડ પર રામેશ્ર્વર ચોક નજીક સુભાષનગર શેરી નં.૪માં રહેતા પ્રદિપ ભરતભાઇ દેસાણી (ઉ.વ.૨૪) નામનો શખસ મળી આવ્યો હતો.

આરોપીના કબજામાંથી ચોરાયેલી રકમ પૈકી ૨૨૦૦૦ની રોકડ મળી આવી હતી. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લીધેલું એકિટવા પણ કબજે લીધું હતું.બીજી રકમ ખર્ચ કરી નાખી હોવાનું કથન કયુ હતું. પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલો શખસ પ્રદિપ કોઇક કુટેવ ધરાવતો હોવાથી નાણાની જરૂરીયાત ઉભી થતાં રાત્રે દાન પેટી ચોરીને ભાગ્યા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application