પોલીસ સ્ટેશનમાં ગણપતિ સ્થાપન : પર્યાવરણ જતનના સંદેશ સાથે શાંતિ અને સલામતીની વિઘ્નહર્તાને પ્રાર્થના કરતા પોલીસ જવાનો

  • September 20, 2023 02:01 PM 

સમગ્ર ભારત દેશમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના થોરાળા પોલીસ સ્ટેશન ખાતે ગણેશચતુર્થીના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મંગલમૂર્તિ ગણપતિજીનું સ્થાપન કરીને ભાવભેર પૂજન-અર્ચન કરાયું હતું. મહિલા સ્ટાફે ગણાધિપતિ દેવને વધાવવા માટે પોલીસ મથકને સુશોભિત કર્યું હતું. 
    

થોરાળા પોલીસ મથકમાં પાંચ દિવસ માટે સ્થાપિત ચતુર્ભુજધારી ગણપતિજીની પ્રતિમા માટીમાંથી બનાવેલી છે. પોલીસ કચેરીએ ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો છે. 


ગણપતિજીની સ્થાપના વિધિ કરતી વખતે નિયમોનુસાર અવાજનું પ્રદુષણ ન થાય, તેનો ખ્યાલ રખાયો છહતો. તેમજ પોલીસ સ્ટાફે શ્રેષ્ઠ કામગીરી કરવાની શક્તિ આપવા તેમજ રાજકોટવાસીઓની શાંતિ અને સલામતી જાળવવા માટે વિઘ્નહર્તા દેવને પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application