રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેમ ચેન્જર પાયરસીનો શિકાર બની છે . ફિલ્મ રિલીઝ થયાને થોડા કલાકો જ થયા છે. તે જ સમયે, ઓનલાઈન લીક થવાને કારણે નિર્માતાઓને મોટું નુકસાન થઈ શકે છે.
રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ગેમ ચેન્જર એ વર્ષ 2025ની સૌથી ચેલેંજીંગ ફિલ્મ છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ . આ ફિલ્મને મોટા પડદા પર આવ્યાને માત્ર થોડા જ કલાકો થયા છે અને તેના મેકર્સને મોટો આંચકો લાગ્યો છે.એસ શંકર નિર્દેશિત આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. અહેવાલ મુજબ, ફિલ્મનું પાઈરેટેડ વર્ઝન ઓનલાઈન એવેલેબલ છે.
એક અહેવાલ મુજબ, રામ ચરણની લેટેસ્ટ રીલિઝ ગેમ ચેન્જરનું પાઈરેટેડ વર્ઝન તમિલરોકર્સ, ફિલ્મીઝિલા, મૂવીરુલેઝ, ટેલિગ્રામ સહિતની ઘણી ટોરેન્ટ વેબસાઈટ પર ફૂલ એચડી પ્રિન્ટમાં જોવા માટે એવેલેબલ છે. રિલીઝના થોડા કલાકોમાં જ તે ઓનલાઈન લીક થઈ જવાને કારણે ફિલ્મના બોક્સ ઓફિસ નંબરો પર અસર થવાની શક્યતા છે.
ગેમ ચેન્જરની મજબૂત સ્ટોરી અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ હોવા છતાં, ફિલ્મની રિલીઝને પાઈરેસીએ ગ્રહણ લગાવ્યું છે. ગેમ ચેન્જરનું પાયરેટેડ વર્ઝન કથિત રીતે લો કવોલિટીવાળા 240p થી લઈને હાઈ ડેફિનેશન 1080p સુધીના વિવિધ રિઝોલ્યુશનમાં ઓનલાઈન એવેલેબલ છે. “ગેમ ચેન્જર ફુલ મૂવી ડાઉનલોડ” અને “ગેમ ચેન્જર એચડી ડાઉનલોડ ફ્રી” જેવા કીવર્ડ્સ ટ્રેન્ડ થવા લાગ્યા છે, જેના કારણે મેકર્સને કરોડોનું નુકસાન વેઠવું પડી શકે છે.
ગેમ ચેન્જરમાં રામ ચરણે ડબલ રોલ પ્લે કર્યો છે. તેઓ અપ્પન્ના, એક રાજકીય નેતા અને રામ નંદન, એક આઈએએસ અધિકારીની ભૂમિકામાં છે. જેઓ તેમના સ્વર્ગસ્થ પિતાના ભ્રષ્ટાચાર મુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવાના મિશન પર છે. કિઆરા અડવાણી, અંજલિ, વેનેલા કિશોર, નવીન ચંદ્ર, સમુતિરકાની, શ્રીકાંત, પ્રકાશ રાજ, સુનીલ અને જયરામ સહિત ઘણા કલાકારોએ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
-------
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech