ગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી

  • March 31, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય પોલીસ વડા દ્રારા ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી ગે.કા. પ્રવૃતિ ડામવા ડ્રાઇવ આપવામાં આવેલ જે અનુસંધાને, જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ડ્રાઇવ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લ ાના કુલ–૯ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા કુલ–૧૩૭ ઇસમો વિધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખા તથા લોકલ પોલીસ સાથે મળી સંયુકત કોમ્બીંગ દરમ્યાન કુલ–૮, જી.પી.એકટ ૧૩૫ મુજબના કેસ તથા પ્રોહી–૯૩ મુજબ કુલ –૫ આરોપીઓના અટકાયતી પગલા લેવામાં આવેલ. પી.જી.વી.સી.એલ. સાથે રહી ગેરકાયેદસર વિજ જોડાણ ધરાવતા ઉપરોકત આરોપીઓ પૈકીના ૧૪ આરોપીઓના વિજ જોડાણ કાપવામાં આવેલ છે તેમજ ૬ આરોપીઓ વિધ્ધ વિજચોરીના કેસ કરવામાં આવેલ છે.
૧૩૭ ઇસમોની ગેરકાયદેસર મિલ્કતની માહીતી ચીફ ઓફીસર, મામલતદાર, તલાટી સાથે સંકલન રાખી મેળવવામાં આવેલ છે. જેમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ૪, ઉના–૨, નવાબંદર મરીન–૩ આરોપીઓને ગે.કા. બાંધકામ તથા કરેલ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ છે. તમામ આરોપીઓના આર્થિક વ્યવહાર અંગે માહીતી મેળવવામાં દરેક બેંક સાથે સંકલન કરી માહીતી એકત્રીત કરવામાં આવી રહેલ છે. ગેરકાયદેસર જણાયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્ર.પાટણના બે શખસો સામે વીજચોરીનો ગુનો
પ્રભાસ પાટણ પોલીસ મથકના પીઆઇ એમ.વી.પટેલની રાહબરીમાં પીએસઆઇ એસ.એચ.ભુવા તેમજ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફ સાથે મળી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૪ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તે પૈકીના સાકીર હાનભાઈ મલગં ઉર્ફે મગરા, સુફિયાન હાનભાઈ મલગં ઉર્ફે મગરા (રહે.બન્ને પ્રભાસ પાટણ)ના સામે ઇલેકટ્રીસીટી એકટ કલમ ૧૩૫ વીજ ચોરીનો ગુન્હો દાખલ કરી પીજીવીસીએલ દ્રારા  રૂા.૯૦,૦૦૦નો દડં કરવામા આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application