ગીરગઢડામાં જુગારધામ ઝડપાયું

  • February 27, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગીરગઢડામાં જાહેરમાં કુંડાળુ વાળી તીનપત્તી રોન રમતા હોવાની બાતમી મળી હોવાના આધારે પોલીસે રેડ કરતા ૮૪,૪૦૦ના મુદ્દામાલ સાથે જુગાર રમી રહેલી લોકોની ધરપકડ કરી છે.
ગીર ગઢડાના પોલીસ ઇન્સ્પેકટર વાય આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વ લંન્સ સ્ટાફના એ એસ આઈ ડી જે સિંધવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગાગાભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મૌલિકભાઈ માનસીગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ અરશીભાઈ, હિરેનભાઈ કિશોરભાઈ, દિલીપસિંહ વીરાભાઇ, વિશાલ સિંહ ભાવસિંહભાઈ, નલિનભાઈ બાલાભાઈ, વુ પો, હેડ કોન્સ્ટેબલ ગીતાબેન મનુભાઈ ડાભી સહિત્ના પોલીસ સ્ટાફ ગીર ગઢડા પોલીસ સ્ટેશનના હોમબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એસ આઈ ડી જે સિંધવ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ અરશીભાઈના અને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ગીર ગઢડા નવા પરા વિસ્તારમાં ગરબીચોક પાસે અમુક ઈસમો જાહેરમાં કુંડાળુ વાળી તીન પત્તી જુગાર રમે છે આ જગ્યાએ રેઈડ કરતા આરોપીઓ જાહેરમાં ગંજીપતાથી પિયાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ પિયા ૨૩,૪૦૦ તથા મોબાઈલ નગં ત્રણ તથા બજાજ પલ્સર મોટરસાયકલ મળી કુલ કિંમત પિયા ૮૪,૪૦૦ તથા જુગારના સાહિત્ય સાથે આરોપી ગટુ લખમણભાઇ મકવાણા, મનુ ભગાભાઈ શિયાળ, પ્રતાપ કરશનભાઈ સાંખટ, નાથા સામતભાઈ મેર, તોકીર હાજીભાઈ સમા, ભાવના મનુભાઈ ઘેલાભાઈ સોરઠીયાની ધરપકડ કરેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application