રાજકોટના ઠેબચડામાં રહેણાંક મકાનમાં ચાલતો જુગાર ઝડપાયો: નવ પકડાયા

  • June 10, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ઠેબચડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ઉપર ઝોન–૧ એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક સહીત નવ શખસોને ઝડપી લઈ અડધા લાખની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ શહેર અને આસપાસના વિસ્તારમાં દા–જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર રોક લગાવવા અંગે પોલીસ કમિશનરના આદેશના પગલે ઝોન–૧ એલસીબી પીએસઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.કોન્સ. સત્યજિતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને રવિરાજભાઈ પટગીરને ચોક્કસ બાતમી મળી હતી કે, ઠેબચડા ગામમાં રહેતો તુષાર દિનેશ્ભાઈ ભટ્ટી પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસએ દરોડો પાડતા મકાન માલીક તુષાર દિનેશભાઇ ભટ્ટી, જગદીશસિંહ મંગળસિંહ ઝાલા, સંજય દેવાભાઇ દુમાદિયા, રણજિત સુરેશભાઈ સરવૈયા, સંજય લાખાભાઇ જાદવ, હરેશ તળસીભાઈ મોઢવાણિયા, નરોત્તમ ઉર્ફે દિલીપ રમેશભાઈ સરવૈયા, મનીષ રમેશભાઈ સોલંકી, સાગર ઉર્ફે વિજય ગોરધનભાઈ સરવૈયા રહે તમામ ઠેબચડાને ઝડપી પાડી તમામ પાસે રહેલી રોકડ ૫૫,૨૦૦ની કબ્જે કરી તમામ સામે ગુનો નોંધ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application