વિસાવદરના બરડિયા ગામે જુગાર અખાડો: બે મહિલા સહિત સાત અર્ધા લાખ સાથે ઝડપાયા

  • August 07, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસાવદર પોલીસ મળેલ બાતમીના આધારે તાલુકાના બરડિયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેણાક ઉપર રાત્રીના દરોડો પાડીને બે મહિલા સહિત ૭ જુગારીઓને રોકડ રકમ રૂા.૪૬ હજાર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
વિસાવદરના પીઆઇ આર.બી.ગઢવીની સુચનાથી પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતાં દરમિયાન સાથેના પો.કોન્સ. પ્રફુલભાઇ કરશનભાઇ ભેડાને અગાઉથી બાતમી રાહે હકીકત મળેલ કે બરડીયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બટુકભાઇ શામજીભાઇ સાવલીયા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી તીનપતી રોન નામનો જુગાર ગંજીપતા પાના વડે પૈસાની હારજીત કરી રમી રમાડી પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે. જેથી નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢ વિભાગ જૂનાગઢના નામનું જુગાર ધારા કલમ–૬ મુજબનું ખાસ વોરટં મેળવી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા તીનપતી રોન પોલીસ નામનો પૈસા–પાના વડે હારજીતનો જુગાર રમતા મકાન માલીક બે મહિલા સહિત સાતને કુલ રોકડા રૂા.૪૫,૬૫૦ સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુનો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શખસોમાં બટુક શામજીભાઇ સાવલિયા, મિરાજ સમીરભાઇ ગજેરા, હરેશ લખુભાઇ વાઘમશી (રહે.વડાળા શેત્રુંજ), સતીષભાઇ નાજાભાઇ છૈયા (રહે.વરજાંગજાળીયા), મેરામણ સામતભાઇ સુવા (રહે.લાતી પ્લોટ), વાલી વાઓ પરબતભાઇ ભીખુભાઇ ગરેજા (રહે.ભાયાવદર), રેશમા ડોઓ હારૂનભાઇ કાસમભાઇ ઠેબા (રહે.ગોવર્ધન નં.૧, સોસાયટી, ઉપલેટા)નો સમાવેશ થાય છે. આ કામગીરી પો.ઇન્સ. આર.બી.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.આઇ.સુમરા તથા પો.કોન્સ. હિંમતભાઇ ડાયાભાઇ મોરી તથા પો.ઇન્સ. પ્રફુલભાઇ કરશનભાઇ ભેડા તથા પો.કોન્સ. રાકેશભાઇ બાઉવેદભાઇ ડોબરિયા વિગેર સ્ટાફે બજાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application