જાહેરમાં જુગારીઓનો જમેલો: 19 પકડાયા, અનેક ભાગ્યા

  • March 23, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કાલાવડ રોડથી અંદર સ્પીડવેલ પાર્ટીપ્લોટ માર્ગ પર જીવરાજપાર્ક અંબિકા ટાઉનશિપ પાસે શાક માર્કેટ રોડ તિપતી કોમ્પ્લેકસમાં જાહેરમાં પતરા નીચે જામેલા જુગારીઓના મેળા પર મોડી રાત્રીના તાલુકા પોલીસે છાપો મારી સુખી સંપન્ન પરિવારના સંતાનો, વેપારીઓ, ધંધાર્થીઓ કે નોકરિયાત 19 જુગાર શોખીનોને 21,32,400ની કિંમતના મુદ્ામાલ સાથે ઝડપી પાડયા હતા. અનેક શખસો મુઠીઓવાળીને નાસી છૂટયા હતા. ભાગેલા શખસો રમવા આવ્યા હતા કે જોવા એકઠા થયા હતા? તે મુદ્દે થોડી ક્ષણો પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી.

જીવરાજ પાર્ક પાસે શાક માર્કેટ રોડ પર કોમ્પ્લેકસ નજીક રોજ રાત પડેને દિવસ ઉગેની માફક ટોળું ત્રણ દિવસથી એકઠું થતું હોવાની તાલુકા પોલીસને માહિતી મળી હતી. જે આધારે પીઆઈ ડી.એમ.હરિપરાની સૂચના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન કુલદિપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજાને માહિતી મળી હતી કે તિપતિ કોમ્પ્લેકસમાં બાલાજી પાન નામની દુકાન આગળ પતરા નીચે જુગારની મહેફીલ જામી છે. પીએસઆઈ પી.બી.ત્રાજીયા તથા અન્ય સ્ટાફને સાથે રાખી દરોડો પાડયો હતો.

સ્થળ પર પહોંચેલો પોલીસ કાફલો પણ જામેલા જમાવડા, મેળાને જોઈને અચંબિત બની ગયો હતો. જાહેરમાં જસ્મીન નટવરલાલ સામાણી ઉ.વ.40 નામનો ઈસમ જુગાર રમાડતો હતો અને ગોળ કુંડાળું વળીને શોખીનો પત્તાટીંચ હજારોની હારજીત કરતા હતા. સ્થળ પરથી પોલીસને 19 શખસો હાથ લાગ્યા હતા.

સૂત્રધાર જસ્મીન નટવરલાલ સામાણી ઉ.વ.40 ધંધો.ખેતીકામ રહે.રામધણ પાછળ રંગોલી બંગ્લોઝ સી-2 રાધાક્રિષ્ના મકાન રાજકોટ ઉપરાંત જુગાર રમતા હિંમાશાું ધીલજલાલ ઉજીયા ઉ.વ.34 ધંધો, વેપાર રહે.201 રીચફીલ એપાર્ટમેન્ટ અંબિકા ટાઉનશિપ જીવરાજ પાર્ક, જય ચીમનભાઈ બરોચિયા ઉ.વ.30 ધંધો પ્રા.નોકરી રહે.ડી-502 ઈસ્કોન હાઈટસ અંબિકા ટાઉનશિપ જીવરાજ પાર્ક રાજકોટ મુ.રામનગર શેરી નં.1, અર્પણ નટવલાલ વાછાણી ઉ.વ.32 ધંધો ઈમિટેશન રહે.અંબિકા ટાઉનશિપ સમન્વય પેલેસ-એ 102 રાજકોટ મુળ રહે.ભોળા તા.ધોરાજી જી.રાજકોટ, પ્રિયંક ચંદુભાઈ સાયજા ઉ.વ.29 ધંધો નોકરી રહે.કોસ્મોપ્લેકસ એપાર્ટમેન્ટ, સી-2 વીંગ મકાન નં.201 ન્યુ 150 ફૂટ રિંગરોડ  રાજકોટ મુળ વતન ઢોકળિયા, તા.પડધરી જી.રાજકોટ, રાજ કિશોરભાઈ ખાંટ ઉ.વ.29 ધંધો નોકરી રહે.બી-3, 304, અક્ષર પરીસર, શ્યામલ ઉપવન પાછળ મવડી કણકોટ, જયવીન મહેન્દ્રભાઈ ચોવટિયા ઉ.વ.28 ધંધો નોકરી રહે.મધુવન શ્રીજીકૃપા બંગલોઝ સત્યસાંઈ હોસ્પિટલ રોડ, વિવેક વિઠલભાઈ વડારિયા ઉ.વ.23 ધંધો નોકરી રહે.ઉમિયા ચોક જલજીત સોસાયટી-6, મ્થિુન નરસિંહભાઈ મેંદપરા ઉ.વ.29 રહે.વ્રજવાટિકા-502 જીવરાજપાર્ક અંબિકા ટાઉનશિપ મવડી, રવિ હસમુખભાઈ દેલવાડિયા ઉ.વ.36 ધંધો વેપાર રહે.પાટીદાર ચોક સાંઈદર્શન એપાર્ટમેન્ટ 801 રાજકોટ મુળ વતન ગાવત્રીકૃપા મકાન રામવાડી-1, નિકુંજ રસિકભાઈ સાપરિયા ઉ.વ.32 ધંધો વેપાર રહે.ગોપાલચોક સાધુવાસવાણી રોડ, આદિત્ય હાઈટસ જી-601. યશ સંજયભાઈ ભલાણી ઉ.વ.28 ધંધો વેપાર રહે.ગોપીહાઈટસ 301 નચીકેતા સ્કૂલની બાજુમાં અંબિકા ટાઉનશિપ, રવિ અરવિંદભાઈ ટીલવા ઉ.વ.29 ધંધો વેપાર રહે.ઈસ્કોન હાઈટસ ડી-201 અંબિકા ટાઉનશિપ કસ્તુરી રેસિડોન્સીની બાજુમાં, મિલન મનોજભાઈ કતીરા ઉ.સ.30 ધંધો નોકરી રહે.યુગધર્મ એ/14 ગીતામંદિર રોડ પાસે ભક્તિનગર સર્કલ, ભગીરથ રમેશભાઈ વામજા ઉ.વ.20 ધંધો મજૂરી કામ રહે.આર્યલેન્ડવાળી શેરી ધ ફોનિકસ એપાર્ટમેન્ટ સી વિંગ બ્લોક નં.503, રાજ પ્રખુલભાઈ મીરાણી ઉ.વ.28 ધંધો નોકરી રહે.બ્લોક નં.19 મ નં.1146 આરએમસી કવાર્ટસ રાણી કોમ્પ્લેકસની બાજુમાં, મીલીંદ મુળજીભાઈ પનારા ઉ.વ.40 ધંધો વેપારી રહે.રહે.બી/403 હરીદ્વાર હિલ્સ મોકાજી સર્કલની બાજુમાં નાનમવા રોડ, રાજ જીતેન્દ્રભાઈ ભેસદડિયા ઉ.વ.26 ધંધો નોકરી રહે.સિટી કલાસીક ડી/1004 અંબિકા ટાઉનશિપ, વિશાલ ગીરધભાઈ ભલાણી ઉ.વ.27 ધંધો વેપાર રહે.ષભ એપાર્ટમેન્ટ તંતીપાર્ક-3 ગુલાબવિહાર બીગબજાર પાસેને ઝડપી લેવાયા હતા.

દરોડામાં પોલીસ ઈન્સ. ડી.એમ.હરિપરા તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા તથા પ્રો.એએસઆઈ દિનેશભાઈ ચંદુલાલ જોષી, પોલીસ હેડ કોન્સ.કિશેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા તથા ક્રિપાલસિંહ સહદેવસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. કુલદિપસિંહ દિલીપસિંહ જાડેજા તથા જીબુભાઈ મેરામભાઈ ગરચર તથા સંજભાઈ વિરજીભાઈ માંડાણી તથા નિકુંજભાઈ ધીરજલાલ મારવિયા તથા મહાવિરસિંહ ધીભા જાડેજા તથા મયુરસિંહ દેવતસિંહ જાડેજા તથા જુગલભાઈ ગોકુલભાઈ કથીરિયા તથા હોમગાર્ડ ષિ સુરેશભાઈ જાની તથા પરેશભાઈ હેમતભાઈ આડુંપરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.


બે દિવસ નાળિયેર, બાકસ, સિક્કા ઉછાળી હજારોની હારજીત કરતા હતા, પત્તો પકડતા ફસાયા

જુગાર રસિયા કે શોખિનો ત્રણ દિવસથી એકઠા થતાં હતા. નાળિયેર ફેંકી, સિક્કાઓ તેમજ બાકસ ઉછાળીને હજારો પિયાની બોલી સાથે હારજીત થતી હતી. નાળિયેર આટલા અંતરે ફેંકે તો આટલા હજાર સિક્કો, બાકસ તારને અડે તો આટલા પિયા જેવો ઉચક જુગાર રમાતો હતો. પોલીસને ખ્યાલ તો હતો કે બે દિવસથી બોલી લગાવી હારજીત થાય છે પરંતુ એ જુગાર પકડવો સાબિત કરવો પોલીસ માટે મુશ્કેલ હતો. ત્રીજા દિવસે શોખિનોએ મોડી રાત્રે જાહેરમાં પત્તા ટીંચવાનું ચાલુ કર્યું હતું. પોલીસને પણ પત્તો પકડતા મોકો મળી ગયો અને દરોડો પાડયો હતો. તાલુકા પોલીસને પણ ડર હશે કે જો ક્રાઈમ બ્રાંચ કે એસએમસી પકડશે તો ઉપાધી આવી પડશે એ પહલા જ એલર્ટ બનીને પકડવા પડે.


ભાગેલાઓમાં જોનારાઓનો મેળો હોળી પર્વ પર ગ્રામ્ય રમતો પર જુગાર

હોળી પર્વ પર રાત્રીના સમયે ખાસ કરીને ગાડાઓમાં ગ્રામવાસીઓ કે પાંચ, પંદર, યુવાનો, શોખિનો એકત્રિત થઈને કોઈપણ વસ્તુઓ આટલે ફેંકવા, આટલા સમયમાં ત્યાં આંખો બંધ કરીને પહોંચવા સહિતની શરતો સાથે એક પ્રકારની ટાઈમપાસ રમત અથવા જુગાર રમતા હોય છે. કદાચિત ત્રણ દિવસથી અંબિકાપાર્ક પાસે એકઠા થતાં નબીરાઓ પણ હોળીની આવી રમત સાથે જુગાર રમવા એકઠા થતાં હતા અને આ રમત જોવા મફતમાં મનોરંજન માણવા સો, બસો લોકો એકઠા થતાં હતા.


રાજ કાનગોપી રાસનો કાનૂડો
જુગાર શોખિના જમેલા પરથી પોલીસે 19 શખસોને પકડી પાડયા છે. જેમાં રાજ નામનો એક ઈસમ પણ પકડાયો છે. અંતર્ગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ ખાનગી પેઢીમાં નોકરી કરે છે. સાથે તે નાટક પણ ભજવે છે. કાનગોપી રાસલીલામાં કાનૂડાના પાત્રની ભૂમિકા ભજવતો હોવાનું અને તેના આ પાત્ર રાસ યુ-ટયુબ પર હોવાની માહિતી મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application