અમરેલી, સાવરકુંડલા, લાઠી, જાફરાબાદ, દામનગર, રાજુલામાં 87 જુગારી પકડાયા

  • June 18, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
અમરેલીમાં ભીમ અગિયારસમાં જાણે જુગારનું સુકન સાચવવાનું હોઈ તેમ જિલ્લામાં મહિલાઓ સહિતના તીનપતિ રમવા બેસતા પોલીસે ઝડપી પાડ્યા હતા. જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, લાઠી, જાફરાબાદ, દામનગર, રાજુલામાં પોલીસે 15 દરોડા પાડી બે દિવસમાં જુગાર રમતા દશ મહિલા સહિત 87 શખ્સોને ઝડપી લઇ રોકડ અને મોબાઈલ મળી 3,060,40,ની મતા કબ્જે કરી તમામ સામે કાર્યવાહી કરી છે.
જેમાં નાગેશ્રી પોલીસે કોળી કંથારીયા સરોવડા ગામની સીમની વચ્ચે રોડના કાંઠે જુગાર રમતા મુકેશ ધીરૂભાઇ વાઘેલા, (રહે.ચોત્રા, તા.રાજુલા), કિરણ દેવશીભાઇ સરવૈયા (રહે.જાંજડા, તા.રાજુલા) વનરાજ સુરંગભાઇ બોરીચા, (રહે.ચોત્રા, તા.રાજુલ), ચંપુ ઘોહાભાઇ વરૂ (રહે.ખાલસા કંથારીયા)ને ઝડપી લઇ રોકડ 14,120ની મત્તા કબ્જે કરી હતી જયારે દરોડા દરમિયાન વનરાજ રાવતભાઇ ઘડઘા (રહે.કોળી કંથારીયા), જયરાજ નાથાભાઇ વરૂ નાશી જતા શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડામાં લાઠી પોલીસે સરકારી પીપળવા ગામે સ્વામીનારાયણ મંદીર પાસે બજારમાં ટીન તીનપતિ રમતા વિપુલ ચંદુભાઇ ચૌહાણ, દેવદાસ ઘોહાભાઇ મેળગીયા, ઘનશ્યામ ઘોહાભાઇ મેળગીયા, ગૌતમ ચંદુભાઇ ચૌહાણ, નીલેશ અલ્પેશભાઇ ચૌહાણ, ભગત આતુભાઇ મેળગીયા, રાહુલ ઘુડાભાઇ મેર, વલ્લભ દિલાભાઇ મેળગીયા, નરેશ રાવતભાઇ ડેર, જયદિપ જીતુભાઇ ગરણીયા, ( તમામ રહે.સરકારી પીપળવા)ને ઝડપી પાડી રોકડ 12,270ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
ત્રીજા દરોડામાં અમરેલી તાલુકા પોલીસે ચિતલ ગામે પટેલ વાડી નાકા પાસેથી જુગાર રમતા દિલીપ ગોબરભાઇ પાનેલીયા, જયસુખ ગોરધનભાઇ લીબાસીયા, હુસેન રફીકભાઇ બાવનકા, ત્રણેય રહે.ચિત્તલ,પંકજ ભીખાભાઇ ચારોલીયા રહે.જસવંતગઢ,પ્રદીપસિહ રાજેન્દ્રસિહ પરમાર રહે.ચિતલને ઝડપી લઇ રોકડ રૂ.14,800ની મત્તા કબ્જે કરી હતી.
પાંચમા દરોડામાં ચાંપાથળ ગામે જુગાર રમતા નરેશ રામજીભાઇ ખેદરા, મુકેશ મગનભાઇ રાઠોડ, જયસુખ સોમાભાઇ પ્નારા, રાણા રત્નાભાઇ મુંધવા ચારેય રહે.ચાંપાથળ ગામ વાળા ને પકડી પાડી રોકડ રૂ.3700ની મત્તા કબ્જે કરી હતી.
છઠા દરોડામાં અમરેલી તાલુકા પોલીસે રોકડીયાપરામાં જાહેરમાં જુગાર રમતા કમળાબેન બાલુભાઇ નગવાડીયા, દયાબેન ધનશ્યામભાઇ સગર, હંસાબેન ધર્મેશભાઇ જાદવ, મનિષા વિરલભાઇ મકવાણા, કાજલબેન કમલેશભાઇ પવાર. અસ્મીતાબેન અશોકભાઇ જીંજરીયા, શોભાબેન રાજુભાઇ ઠક્કર,સાતેય રહે.અમરેલી, ક્રિષ્નાબેન રવિભાઇ બદાણીયા રહે.ઘોબા તા.સા.કુંડલા, સેંજલબેન જયસુખભાઇ વાધેલા, કાજલબેન મનિષભાઇ નગવાડીયા બન્ને રહે.અમરેલીને ઝડપી પાડી રોકડ રૂ.3990ની મતા કબ્જે કરી હતી.
સાતમા દરોડામાં અમરેલી સીટી પોલીસે બહારપરા, મચ્છોમાતાના મંદિર પાછળ પાના ટીચતાં રવીભાઇ જગદિશભાઇ જેઠવા, સુનીલ જયંતીભાઇ પરમાર, અભય સાતાભાઇ પરમાર, અર્જુન વિજયભાઇ સમાણવા, વિપુલ કાનજીભાઇ સમાણવા, કમલેશ નાનજીભાઇ બતાડા, કમલેશ વાલાભાઇ બતાડા તમામ રહે.અમરેલી બહારપરાવાળાને ઝડપી પાડી રોકડ 2600ની મત્તા કબ્જે કરી હતી.
આઠમા સાવરકુંડલા રૂરલ પોલીસે દાધીયા ગામેથી જુગાર રમતા જયદિપ ઉર્ફે જયરાજ જંયતીભાઇ ડોળાસીયા, હરી જીવાભાઇ પરમાર, ભરત લખુભાઇ બોરીચા ત્રણેય રહે.દાધીયા, જયસુખ વાઘાભાઇ ડોળાસીયા, રહે.હાડીડા તા.સાવરકુંડલા ને પકડી પાડી રોકડ 21,940ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
વધુ એક દરોડામા રૂરલ પોલીસે ખોડી ગામ જવાના જુના કેડેથી હિતેષ ધીરૂભાઇ રાણાવડીયા, નનુ કાળુભાઇ ડાભી, ધીરૂ રાઘવભાઇ મકવાણા, સંજયદાન રમેશભાઇ ચારણ, મોહન કરશનભાઇ સોલંકી ને પકડી પાડી રોકડ 15,730ની મત્તા કબ્જે લીધી હતી.
નવમા દરોડામાં દામનગર પોલીસે ધામેલ રોડ સાગર ટ્રેડિંગની પાછળ જાહેરમાં જુગાર રમતા જયસુખ જયંતીભાઇ નિમાવત, (રહે.રાભડા, તા.લાઠી), મિતેશ હસુભાઇ અગ્રાવત (રહે.દામનગર), રાહુલ પોપટભાઇ રાઠોડ,(રહે.કાચરડી તા.લાઠી), ગોપાલ શાંતીભાઇ અગ્રાવત, નિકુંજ સુરેશભાઇ અગ્રાવત, ઇશ્વર હિમ્મતભાઇ નારોલા, રાણા કાનજીભાઇ નારોલા (રહે. તમામ દામનગર) ઝડપી પાડી રોકડ નંગ-7 મળી કુલ રૂ.63,950 કર્યો હતો.
દશમાં દરોડામાં વંડા પોલીસે વિરડી મેલડી માતાના મંદીર પાસે જુગાર રમતા સુખા ઉકાભાઇ સોટીયા, લાલજી ઓઘડભાઇ સોટીયા, મહેશ રાજુભાઇ નારોલા, વિપુલ રતિભાઇ વેકરિયા, અશ્વિન મનુભાઇ વેકરિયા પાંચેય રહે.વિરડી તા.સાવરકુંડલા ઝડપી લઇ રોકડ 10,320ની મતા કબ્જે કરી હતી
આગિયારમાં દરોડામાં સાવર કુંડલા રૂરલ પોલીસે મોટા ઝીંજુડા ગામેથી અશ્વીન વેલજીભાઇ વડેચા, વિજય રમેશભાઇ ઉનાવા, મનોજ દેવશીભાઇ ઉનાવા (ત્રણેય રહે.મોટા ઝીંઝુડા)ને પકડી પાડી રોકડ 11,750ની મત્તા કબ્જે કરી હતી.
બારમા દરોડામાં આંબરડી ગામે સાવરકુંડલા રૂરલ પોલીસે દરોડો પાડી દિનેશ મધુભાઇ ચુડાસમા, કમલેશ ધીરૂભાઇ રાઠોડ, નાગજી વાલજીભાઇ ચુડાસમા, મહેશ કાળુભાઇ માલાણી, રાકેશ રવજીભાઇ મેવલા, મથુર બાલુભાઇ ચુડાસમા, દિનેશ પ્રેમજીભાઇ અણઘણ, ઇરફાન રાજેભાઇ શેખ, તમામ રહે.આંબરડી તા.સાવરકુંડલાને ઝડપી લઇ રોકડ 14,280ની મત્તા કબ્જે કરી હતી.
તેરમાં દરોડામાં અમરેલી તાલુકા પોલીસએ કમીગઢ ગામેથી જુગાર રમતા અતુલ પ્રવિણભાઇ ગોજારીયા, ભાવેશ બાબુભાઇ ગોજારીયા, વિપુલ ખીમજીભાઇ કાવઠીયા, નિતેષ ખોડાભાઇ આજરા, કાળુ પરશોતમભાઇ કીકાણી, હરજી લાખાભાઇ ફીણવીયા, હિરેન પુનાભાઇ કિકાણી સાતેય રહે.કમીગઢ તા.જી.અમરેલીને ઝડપી લઇ રોકડ 15,050ની મત્તા કબ્જે કરી હતી
ચૌદમા દરોડામાં ચાપાથળ ગામની સીમમાંથી ધનશ્યામ જીવરાજભાઇ કસવાલા, વિનુ જેરામભાઇ ખુટ, વિપુલ બાબુભાઇ પાનસુરીયા, બકુલ વલ્લભભાઇ રાઠોડ, કલ્પેશ ભોળાભાઇ ખુટ, પાંચેય રહે.ચાંપાથળ વાળાઓને પકડી પાડી રોકડ 10,380ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પંદરમાં દરોડામાં સાવરકુંડલામાં મફતીયાપરામાં પાનાં ટીચતાં વિપુલ બાલાભાઇ પાટડીયા, સોમા મનાભાઇ સાતરીયાને રોકડ 2210ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application