મુંબઈમાં આઈસીઆઈસીઆઈ બેંકની 3 ઓફિસમાં જીએસટીની ટીમ ત્રાટકી

  • December 05, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક આઈસીઆઈસીઆઈ બેંકની ત્રણ ઓફિસમાં ગઈકાલે જીએસટી અધિકારીઓ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે હજુ પણ ચાલુ છે. મહારાષ્ટ્ર્ર જીએસટી અધિકારીઓ દ્રારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન અંગે બેંક દ્રારા મોડી રાત્રે એકસચેન્જોને પણ જાણ કરવામાં આવી છે. બેંકે સ્ટોક એકસચેન્જને જણાવ્યું છે કે જીએસટી અધિકારીઓએ બેંકની ત્રણ ઓફિસોનું સર્ચ ઓપરેશન શ કયુ છે. કાર્યવાહી ચાલુ છે અને બેંક વિનંતી મુજબ ડેટા પ્રદાન કરવામાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
મહારાષ્ટ્ર્ર જીએસટી એકટ, ૨૦૧૭ની કલમ ૬૭ (૧) અને (૨) હેઠળ જીએસટી અધિકારીઓ દ્રારા આઈસીઆઈસીઆઈ બેંકની ઓફિસમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં આ શોધ એવા સમયે જોવા મળી છે યારે બેંક મજબૂત નાણાકીય પ્રદર્શન સાથે આગળ વધી રહી છે. નોંધનીય છે કે બીજા ત્રિમાસિક (જુલાઈ–સપ્ટેમ્બર) માટે આઈસીઆઈસીઆઈ બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૧૪.૫ ટકાના મજબૂત ઉછાળા સાથે ૧૧,૭૪૬ કરોડ પિયા હતો. આ સર્ચ ઓપરેશન વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
જીએસટી અધિકારીઓના સર્ચના આ સમાચારની અસર આઈસીઆઈસીઆઈ બેંકના શેર પર જોવા મળી શકે છે. શેરબજાર પર નજર રાખતા નિષ્ણાતો સંભવિત પ્રતિક્રિયાઓ પર નજર રાખી રહ્યા છે. એનવાયએસઈ પર, બેંકનો એડીઆર ડિસેમ્બર ૪ ના રોજ ૦.૩૬ ટકા ઐંચો બધં થયો હતો, જો કે તે ટ્રેડિંગ વોલ્યુમ્સમાં ઉછાળા વચ્ચે ઇન્ટ્રાડે હાઈથી ઝડપથી પીછેહઠ કરી હતી.
ગઈકાલના રોજ છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઝડપી કારોબાર વચ્ચે, આઈસીઆઈસીઆઈ બેંકનો શેર પણ ગ્રીન ઝોનમાં બધં રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, આ બેન્કિંગ શેર ૧૩૦૨.૬૦ પિયા પર ખૂલ્યો અને ૧૩૨૦ પિયા સુધી વધ્યો. જોકે બજાર બધં થતાં સુધીમાં આ ગતિ ધીમી પડી હતી અને શેર ૧૩૧૫.૬૦ પિયાના સ્તરે બધં થયો હતો. શેરમાં થયેલા વધારાની વચ્ચે બેન્કની માર્કેટ મૂડી પણ ૯.૨૯ લાખ કરોડ પિયાના સ્તરે પહોંચી ગઈ છે. હવે બેંકમાં સર્ચ ઓપરેશનના સમાચારની અસર શેર પર જોવા મળી શકે છે.
આઈસીઆઈસીઆઈ બેંકના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે અને તેની કિંમતમાં ૩૨ ટકાનો વધારો થયો છે. જે તેની કામગીરી અને વ્યૂહરચના પર રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. બીજા કવાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (એનઆઈઆઈ) પણ વાર્ષિક ધોરણે ૯.૫ ટકા વધીને ૨૦,૦૪૮ કરોડ પિયા થઈ છે. બેંકનો ગ્રોસ એનપીએ રેશિયો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વધીને ૧.૯૭ ટકા થયો, જે એક કવાર્ટર પહેલા ૨.૧૫ ટકા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application