નવા વર્ષ ૨૦૨૫માં જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટીમાં ઘટાડો થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ૨૧–૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રાજસ્થાનમાં રાયોના નાણા મંત્રીઓ સાથે બેઠક યોજાવા જઈ રહી છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં એક દિવસે નાણામંત્રી નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ પહેલાના બજેટ અંગે રાયોના નાણા મંત્રીઓ પાસેથી સૂચનો અને ભલામણો લેશે અને બીજા દિવસે ૫૫મી બેઠક યોજાશે. જીએસટી કાઉન્સિલ જેમાં જીવન વીમા સાથે સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવા માટે નિર્ણય લેવામાં આવશે.
જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન પર ૧૮ ટકા જીએસટીની સંપૂર્ણ નાબૂદીને મંજૂરી આપવામાં આવી શકે છે. યારે વરિ નાગરિકો અને અન્ય લોકો કે જેઓ ૫ લાખ પિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ખરીદે છે, તેમના માટે જીએસટી નાબૂદ થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ કેટલીક પ્રોડકટસ અને સેવાઓ પરના જીએસટી દરોને તર્કસંગત બનાવી શકે છે અને કેટલીક વસ્તુઓ પર જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી શકે છે.
આરોગ્ય અને જીવન વીમા પર જીએસટી પર વિચારણા કરવા માટે રચાયેલ મંત્રીઓના જૂથે ટર્મ ઇન્શ્યોરન્સ પર જીએસટી નાબૂદ કરવા અને વરિ નાગરિકો માટે જીએસટીમાંથી આરોગ્ય વીમા મુકિત આપવા સંમત થયા છે. આ સિવાય ૫ લાખ પિયા સુધીના સ્વાસ્થ્ય વીમા પર વ્યકિતઓ દ્રારા ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાનો પ્રસ્તાવ પણ છે. જો કે, ૫ લાખ પિયાથી વધુના સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ પર ૧૮ ટકા જીએસટી લાગશે. સપ્ટેમ્બર ૨૦૨૪માં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંત્રીઓના જૂથને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જીએસટી દરને તર્કસંગત બનાવવા માટે રચાયેલા પ્રધાનોના જૂથે પેકેડ પીવાના પાણી, સાયકલ, એકસરસાઈઝ નોટબુક, લકઝરી ઘડિયાળો અને શૂઝ પરના જીએસટી દરોમાં ફેરફાર સૂચવ્યા છે. જીએસટી દરમાં આ ફેરફારથી સરકારને ૨૨૦૦૦ કરોડ પિયાનો રેવન્યુ ફાયદો થશે. જીઓએમએ ૨૦ લીટરના પેકડ પીવાના પાણી પરનો જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા, . ૧૦,૦૦૦થી ઓછી કિંમતની સાયકલ પર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. એકસરસાઇઝ નોટબુક પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનો પ્રસ્તાવ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech