બોગસ બીલીંગ અને ડમી પેઢીને ઝડપવા જીએસટી વિભાગ હરકતમાં આવ્યું છે.જૂનાગઢ જીએસટીની ટીમ દ્વારા જિલ્લ ામાં એગ્રો અને સીંગદાણાની વેપારી પેઢીઓમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.ગેરરીતી ઝડપાશે તો કાર્યવાહી કરાશે.સ્ટેટ જીએસટી ટીમની કામગીરીથી વેપારીઓ દોડતા થયા છે.
ભાવનગર સેન્ટ્રલ જીએસટી વિભાગના દ્વારા દોઢ માસ પૂર્વે જૂનાગઢ અને પોરબંદરમાંથી ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલી ચાર બોગસ પેઢી ઝડપી હતી. આ પેઢીઓ પાસેથી રૂ.6.71 કરોડની રકમનું રિફંડ મેળવ્યું હતું.જેનો મુખ્ય સૂત્રધાર મોરબીથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીની ટીમ હરકતમાં આવી છે.બોગસ બિલિંગની પ્રવૃત્તિને ઝડપવા ભાવનગર સ્ટેટ જીએસટી કમિશનર ધર્મજીત યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીએસટી વિભાગના આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર કે.જી ચાવડાના નીદર્શન હેઠળ જૂનાગઢ ટીમ દ્વારા જિલ્લ ાની એગ્રો અને સીંગદાણા સહીતનીની પેઢીઓમાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જૂનાગઢ જીએસટીની ટીમ દ્વારા શંકાસ્પદ વ્યવહાર અને બિલિંગ હોય તેવી વિવિધ ક્ષેત્રની વેપારી પેઢીઓની માહિતી અને વ્યવહારની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.બોગસ પેઢી કે બિલિંગની પ્રવૃત્તિ ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે.તહેવારો પૂર્વે જ જીએસટી વિભાગ હરકતમાં આવતા આગામી દિવસોમાં નિયમને નેવે મૂકી ધમધમતી ડમી પેઢી કે બોગસ બીલિંગની પ્રવૃત્તિ ઉજાગર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech