રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં કરાયો ઘટાડો

  • July 16, 2024 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં કરાયેલા ફી વધારા સામે ચોમેરથી વિરોધનો વંટોળ ફુંકાયો હતો. વિદ્યાર્થી આલમના વિરોધને ધ્યાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સરકારે કર્યો છે. GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં ફી માં ઘટાડો કરાયો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં હવે રૂપિયા પાંચ લાખને બદલે રૂપિયા. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં  રૂપિયા 17 લાખને બદલે 12 લાખ ફી રહેશે.


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. 

વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની 13 GMERS કોલેજની ૨૧૦૦ બેઠકો માં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે. 


તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં માં પ્રવર્તમાન રૂ.૫.૫૦ લાખ ફી માંથી ઘટાડીને રુ.૩.૭૫  લાખ એટલે કે અંદાજીત ૮૦%  અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ.૧૭ લાખ ફી માંથી ઘટાડો કરીને રૂ. ૧૨ લાખ એટલે કે અંદાજીત ૬૨.૫ %નો ઘટાડો વિદ્યાર્થીઓના હિતમા કરવામાં આવ્યો હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવર્તમાન ફી નું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ લાગુ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application