*જી.જી. હોસ્પિટલમાં ધારાસભ્ય દ્વારા ભોજનની વ્યવસ્થા

  • June 16, 2023 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડીનારમાં જરુરિયાતમંદો માટે ફૂડ પૅકેટ્સ તૈયાર...
બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે બાપા સીતારામ ગ્રુપના વિજયસિંહ જાડેજા સરપંચ વાડીનાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે  આખી રાત જાગી તનતોડ મહેનત કરી આશરે ૨૨૦૦ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા

**
૭૯ના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મેડીકલ ટીમ માટે ભોજનની વ્યવસ્થા કરતાં તબીબોમાં આનંદની લાગણી

જામનગર શહેરને જિલ્લામાં વાવાઝોડાની દહેશતના પગલે મેડિકલ સુવિધા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા માટેની નર્સિંગ સહિતની અલગ અલગ મેડિકલ વિભાગની ટુકડીઓ ને વહીવટી તંત્ર દ્વારા તહેનાત માં રાખવામાં આવી હતી, જે તમામ નર્સિંગ સ્ટાફ માટે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ભોજન તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જામનગરમાં સંભવિત બિપાર જોય વાવાઝોડાની પરિસ્થિતિના લીધે ઉભી થનારી ડીઝાસ્ટર પરિસ્થિતિમાં મેડીકલ કવરેજ અન્વયે સ્ટેન્ડ બાય રખાયેલી મેડીકલ ટીમ તેમજ જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા નર્સિંગ કર્મચારીઓ માટે ફૂડ પેકેટ તેમજ સાંજના ભોજનની વ્યવસ્થા ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા કરવામાં આવી હતી.
આ આપાતકાલીન પરિસ્થિતિમાં કર્મચારીઓ માટે કરવામાં આવેલા ભોજન અને ફૂડ પેકેટ ના પ્રબંધ સહિતના સેવા કાર્ય તેમજ કપરી પરિસ્થિતિમાં મેડિકલ કર્મચારીઓ સાથે રહેવા બદલ સમગ્ર કર્મચારીગણે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને તેમની ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application