આનંદો! રેસકોર્સમાં રવિવારથી ફન સ્ટ્રીટ શરૂ કરવા મહાનગરપાલિકાની લીલીઝંડી

  • May 16, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં હરવા ફરવા માટેના ફકત પાંચથી છ સ્થળ છે, ઝુ, રેસકોર્સ, મ્યુઝિયમ, આજી ડેમ, ન્યારી ડેમ અને તાજેતરમાં ખુલું મુકાયેલું અટલ સરોવર. આ તમામ સ્થળોએ જઇ આવ્યા પછી કયાં જવું ? તેવી મુંઝવણ રાજકોટવાસીઓને રહે છે. ખાસ કરીને વેકેશનમાં બાળકો અને વિધાર્થીઓને લઇને ૩૦ દિવસ કયાં જવું, કેમ સાચવવા તેવો પ્રશ્ન થાય છે. બીજી બાજુ જુની દેશી રમતો રમતા આજના બાળકોને આવડતું નથી તે શીખવવા માટે રેસકોર્સ સંકુલમાં ફન સ્ટ્રીટ શ કરાઇ છે. દરમિયાન પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૧૯ મે, તા.૨૬ મે, તા.૨ જૂન અને તા.૯ જૂન તેમ વેકેશનના ચાર રવિવાર ફન સ્ટ્રીટ યોજવા મહાપાલિકાએ મંજૂરી આપતા આગામી રવિવારથી ફરી ફન સ્ટ્રીટ શ થશે. વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહકારથી મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ–ચિત્રનગરીના જીતેન્દ્રભાઇ ગોટેચા દ્રારા દર રવિવારે સવારે ૭ થી ૯ દરમિયાન રેસકોર્સ સ્વિમિંગ પુલ પાસે ફન સ્ટ્રીટ યોજવામાં આવે છે. આ ફન સ્ટ્રીટમાં અંદાજે ત્રણથી પાંચ હજાર લોકો ઉમટી પડે છે અને આપણી વિસરાય ગયેલી દેશી શેરી રમતો જેવી કે નાગોલ, થપ્પો દાવ, ખો, લીંબુ ચમચી, રસ્સા ખેંચ, લાઠી ખેંચ, કબડ્ડી, મ્યુઝીકલ ચેર, કેરમ, સાપ સીડી, ભમરડા, ગરબા, લંગડી જેવી ૨૦ થી ૨૫ દેશી રમતોનો આનદં રાજકોટવાસીઓ માણે છે. ચાલુ વર્ષે આ ઉનાળુ વેકેશનમાં તા.૧૯ મે, ૨૬ મે, ૨ જૂન, ૯ જૂન ૨૦૨૪ના રોજ એમ કુલ ચાર રવિવાર સુધી યોજવાનું આયોજન છે. આ ફન સ્ટ્રીટના ચાર રવિવાર આગલા વર્ષેા કરતાં પણ સફળ થાય તે રીતે ઉમટી પડવા રાજકોટવાસીઓને મહાપાલિકા તત્રં અને ટ્રસ્ટ દ્રારા અનુરોધ કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application