સિકર શહેરના ગુનાનો ફરારી આરોપી કેશીયામાંથી પકડાયો

  • September 05, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦ વર્ષથી નાસતો ફરતો શખ્સ પેરોલ ફર્લોની ઝપટમાં

છેલ્લા ૨૦ વર્ષથી રાજસ્થાનના સીકર શહેર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જોડીયા તાલુકાના કેશીયા ગામમાંથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો હતો.
અધિક પોલીસ મહાનિર્દેશક કચેરી સીઆઇડી ક્રાઇમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવ રાખેલ હોય જેથી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના જ‚રી વર્કઆઉટ કરીને પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયાને બાતમી મળેલ કે રાજસ્થાન રાજય સિકર શહેર પોલીસ સ્ટેશનના પીએફ એકટના ગુનામાં નાસતો ફરતો આરોપી ત‚ણ જયરાજ ગોધાણી રહે. કેસીયા તા. જોડીયા વાળો કેસીયા ગામે હાજર છે જેથી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા ફરાર આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જોડીયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application