બાળકોથી માંડીને વૃદ્ધો સુધી કોંગ્રેસના ન્યાય પત્રમાં હશે દરેક માટે વાયદા

  • March 20, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ડોર ટુ ડોર ગેરંટી લાવી રહી છે. જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક વર્ગને ટાર્ગેટ કરવામાં આવશે. આ માટે કોંગ્રેસ વકિગ કમિટી (સીડબલ્યુસી) એ ગઈકાલે હેડકવાર્ટર ખાતે એક લાંબુ મંથન સત્ર યોયું હતું. પાર્ટી ચૂંટણીમાં દરેક વર્ગને આકર્ષવા માટે કોઈને કોઈ વચન આપશે. પાર્ટીએ બેઠકમાં ડ્રાફટ મેનિફેસ્ટોને મંજૂરી આપીને તેની ઝલક બતાવી. મેનિફેસ્ટોને ન્યાય પત્ર નામ અપાયું છે, જેમાં પાંચ ન્યાય અને પચીસ ગેરંટીનો સમાવેશ થાય છે.

પી ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિનો ડ્રાટ મેનિફેસ્ટો સીડબલ્યુસી સમક્ષ મૂકવામાં આવ્યો હતો. સીડબલ્યુસીએ તેને અંતિમ સ્વપ આપવાની જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપી હતી. બેઠકમાં કેટલાક નેતાઓએ ઈડી, સીબીઆઈ, ઈન્કમટેકસ જેવી સંસ્થાઓનો દુપયોગ રોકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેનિફેસ્ટોમાં કોંગ્રેસ આ અંગે કાયદો બનાવવાનું વચન આપી શકે છે. આ સિવાય દેશભરમાં જૂની પેન્શન સ્કીમ (ઓપીએસ) લાગુ કરવાના વચન પર પણ સહમતિ બની છે.પાર્ટી મોંઘવારીને કારણે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોને નિયંત્રિત કરવા માટે વચનો આપી શકે છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહત્પલ ગાંધી અને સીડબલ્યુસીના અન્ય નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રાના પાંચ સ્તભં છે. ખેડૂત ન્યાય, યુવા ન્યાય, મહિલા ન્યાય, મજૂર ન્યાય અને સમાનતા ન્યાય. દરેક સ્તંભમાં પાંચ ગેરંટી છે, જે મળીને ૨૫ ગેરંટી આપે છે.

કોંગ્રેસના ૫ ન્યાય અને ૨૫ ગેરંટી

૧. ભાગીદારી ન્યાય
 આર્થિક અને જાતિ હેઠળ વસ્તી ગણતરી
 આરક્ષણના અધિકાર હેઠળ ૫૦ ટકા અનામત મર્યાદા દૂર કરવી
 સબ પ્લાનની કાનૂની ગેરંટી
 જળ– જંગલના કાનૂની અધિકારો
 આપણી જમીન આપણું રાજ

૨. યુવા ન્યાય
 ૩૦ લાખ સરકારી નોકરીઓ માટે કેન્દ્રની ભરતીની ખાતરી
 ફસ્ર્ટ જોબ કન્ફર્મ
 પેપર લીકથી મુકિત
 ગીગ અર્થતંત્રમાં સામાજિક સુરક્ષા
 યુવા રોશની હેઠળ સ્ટાર્ટ અપ ફંડ

૩. મહિલા ન્યાય
 મહાલમી હેઠળ ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક એક લાખ પિયા
 મહિલાઓ માટે નોકરીઓમાં ૫૦ ટકા અનામત
 શકિતનું સન્માન
 અધિકાર મૈત્રી
 કામ કરતી મહિલાઓ માટે સાવિત્રીબાઈ ફલે છાત્રાલયની સંખ્યા બમણી કરવી


૪. ખેડૂત ન્યાય
 યોગ્ય કિંમત હેઠળ સ્વામીનાથન રિપોર્ટ મુજબ એમએસપીને કાનૂની દરો
 લોન માફી કમિશન
 ૩૦ દિવસની અંદર પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીમા ચુકવણી
 યોગ્ય આયાત નિકાસ નીતિ
 જીએસટી મુકત ખેતી

૫.શ્રમિક ન્યાય
 આરોગ્ય અધિકારો
 મજૂરનું સન્માન
 શહેરી રોજગાર ગેરંટી યોજના
 સામાજિક સુરક્ષા
 સુરક્ષિત રોજગા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application