રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણેએ ગઈકાલે મોડી સાંજે જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન જી. ગોહિલ પાસેથી મહત્વના વિભાગોનો હવાલો પરત લઈને તે અન્યને સોપી દેવાતા ગઈકાલે આખો દિવસ જિલ્લા પંચાયતમાં આ મામલે ગરમાગરમ ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બે જગ્યા ભરાયેલી છે. વિભાગોની કામગીરી પરત લઈ અન્યને સોપવાના આ નિર્ણયમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવે તેવો પંચાયતના ઇતિહાસમાં જવલ્લે જ બનતો બનાવ બનવા પામ્યો છે.
ઈલાબેન ગોહિલ રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ પર હાજર થતા તેને મહેસુલ, મહેકમ અને વહીવટી વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકાસ વિભાગની પણ જવાબદારી ઇલાબેન ગોહિલને વધારાના ચાર્જ તરીકે સોપવામાં આવી હતી. ગઈકાલે મોડી સાંજે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગૌહાણેએ મહેકમની કામગીરીનો હવાલો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત એચ. પટેલને સોપ્યો છે. મહેસુલ વિભાગનો હવાલો નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.એન.ગોસ્વામીને સોંપવામાં આવેલ છે. આવી રીતે પંચાયત વિભાગની જવાબદારીમાંથી પણ ઇલાબેન ગોહિલને મુકત કરવામાં આવ્યા છે અને હવે તેમની પાસે વિકાસ તથા વહીવટી વિભાગની માત્ર બે કામગીરી રહી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ અને ડેપ્યુટી ડીડીઓ જે.એન.ગોસ્વામી પાસે અત્યારે જે કામગીરી છે તે ઉપરાંત વધારાની જે કામગીરી સોંપવામાં આવી છે તે અન્ય હત્પકમ ન થાય ત્યાં સુધી સંભાળવાની રહેશે તેઓ આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યેા છે. નવા ફેરફાર વાળા આ હત્પકમની અમલવારી આજથી જ તાત્કાલિક અસરથી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ હાજર થયા ત્યારથી એક યા બીજા વિવાદમાં રહ્યા છે. કર્મચારીઓની સજાના કેસમાં તેમણે આપેલા ચુકાદાઓ પણ વિવાદમાં રહ્યા છે અને છેલ્લે રેવન્યુ વકીલ મંડળ સામે પણ તેમનો વિવાદ થયો હતો. આ સમગ્ર મામલે ગાંધીનગરમાં રજૂઆત થયા પછી ઉપરથી આવેલી સૂચનાના આધારે આ કામગીરી થઈ હોવાનું બોલાઈ રહ્યું છે. જોકે સત્તાવાર સાધનો આ બાબતે કશું કહેવા તૈયાર નથી. પરંતુ જુદા જુદા વિભાગો ઇલાબેન પાસેથી લઈને અન્ય ડેપ્યુટી ટીડીઓ તથા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોપવાના અને તેની તાત્કાલિક અસરથી અમલવારી કરવાના આદેશ ચર્ચાનો વિષય બન્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આવો આદેશ કર્યા પછી તેની નકલ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિકાસ વિભાગના નાયબ સચિવને પણ મોકલવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામસવારીના આયોજનને આખરી ઓપ આપવા માટે શુક્રવારે અંતિમ બેઠક
April 02, 2025 11:10 AMછ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ખેડૂતને કહ્યું, પૈસા કે જમીન લેવા આવશો તો બંદુક સગી નહીં થાય
April 02, 2025 11:10 AMસ્પીડ બ્રેકર આવતા મામાની બાઈકમાંથી બાળક પટકાયો, ટ્રકનું તોંતિગ વ્હીલ ફરી વળતા મોત
April 02, 2025 11:09 AMઆજે રાત્રે ૧૨-૩૦થી ટ્રમ્પ ટેરીફ ટેરર લાગુ થશે: વિશ્વભરમાં ટેન્શન , આશંકા
April 02, 2025 11:06 AMજામનગર શહેર-જિલ્લામાં ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શનમાં
April 02, 2025 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech