પંચેશ્વર ટાવરથી બાલા હનુમાન મંદિર સુધીની રામભક્તોની 'ભક્તિ ફેરી'નું પણ શુક્રવારે રાત્રે આયોજન
છોટીકાશી ના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં પ્રતિવર્ષ શ્રીરામ જન્મ મહોત્સવને અનુલક્ષીને હિંદુ ઉત્સવ સમિતિ તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિશાળ રામસવારી નું આયોજન કરવામાં આવે છે.
આ વખતે ૪૪મી શોભા યાત્રા યોજાવા જઈ રહી છે, જેનો આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક શુક્રવાર તા ૪.૪.૨૦૨૫ ના રાત્રે ૯.૦૦ વાગ્યે પંચેશ્વર ટાવર રોડ પર શ્રીરામદૂત હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં રાખવામાં આવી છે.
જેમાં રામસવારી અંગેની ચર્ચા-વિચારણા અર્થે યોજાયેલી અંતિમ મિટિંગમાં સંકલન સમિતિ અને ફ્લોટ સમિતિ ના તમામ સભ્યો સહિત જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ, સત્સંગ મંડળ, સામાજિક સેવાકીય સંસ્થાઓ, મિત્ર મંડળોના હોદેદારો - સભ્યો વગેરેને સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશ ડી. વ્યાસ (રાજુ મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.
આ અંતિમ બેઠકમાં હિંદુ ઉત્સવ સમિતિ ના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ માર્ગદર્શન અને આશીર્વચન પાઠવશે, ત્યારબાદ રામ ભક્તોની પંચેશ્વર ટાવરથી બાલા હનુમાન મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાશે, જેને પણ પૂ. ચતુર્ભુજદાસજી મહારાજ પ્રસ્થાન કરાવશે.