ગઇ તા.૨૩૦૧૨૦૨૫ ના રોજ ફરીયાદી આશીક કુમાર જીતુભાઈ સોલંકી બારોટ પોતાના પિતા જીતુભાઇ કાનજીભાઈ સોલંકી અંજાર ગામનાં રહેવાસી રાત્રીના સમયે ઉનાથી અજાર જતા રોડ સામે. મચ્છુન્દ્રી નદીના પદમાં કોઇ અજાણ્યા માણસે કોઇપણ અગમ્ય કારણોસર મોટા પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ધા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ગુન્હો કરેલાની અજાણ્યા માણસ વિધ્ધ ફરીયાદ આપતા, ઉના પોલીસ સ્ટેશન, ગુ.ર.ન.ં ૧૧૧૮૬૦૦૮૨૫૦૧૨૮૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૩(૧) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો
ઉના નાં અંજાર ગામે હત્યાનાં ગુન્હાનું ડીટેકટશન કરવા માટે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ–અલગ બે ટીમો બનાવવામાં આવેલ હતી. જે બન્ને ટીમોને આપેલ માર્ગદર્શન મુજબ તપાસ કરાવતા જેમાં મરણજનાર જીતુભાઈ ઉના શીશુ ભારતી સ્કુલ પાસે ચા ની લારી ચલાવતા હતા તે જગ્યાની આસપાસમાં ધંધો રોજગાર કરતા તેમજ જીતુભાઇ સાથે મિત્રતાના સંબધં ધરાવતા વ્યકિતઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા સઘન તપાસ પરથી અને હ્યુમન સોર્સીચ મારફતે પોલીસ ઇન્સ. એમ.એન. રાણા તથા પોલીસ સ્ટાફને મરણજનાર જીતુભાઈ કાનજીભાઇ સોલંકી રહે. અંજારવાળાનું મોત નિપજાવનાર શકમદં ઇસમ નવાઝ અઝીમભાઈ કચરા રહે. ઉનાવાળાની પ્રાથમીક પુછપરછ કરી, ઉના પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પુછપરછ કરતા અને અન્ય પુરાવાઓ મેળવતા આરોપી નવાઝ કચરા એ જીતુભાઇ સોલંકીનું મોત નિપજાવેલાની હકીકત જણાય આવેલ હોય જેથી આરોપીને પુરાવા આધારે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.
ફરિયાદી આશિકભાઇ સોલંકીએ મૃતક પાસેથી લૂંટી લીધેલ દ્રાક્ષ સોનાની માળા તેના પિતા જીતુભાઇએ પહેરેલ તે જ માળા તરીકે ઓળખાવી હતી અને ફરીયાદીએ હકીકત જણાવેલ છે કે આ માળા સોનાની નહી પણ પીળા કલરની ધાતુની દ્રાક્ષની માળા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech