નકલી બોમ્બની ધમકીઓ વચ્ચે ફ્રેન્ચ અધિકારીઓએ યુવાનો પર શંકા કરી વ્યક્ત, આપી સખત સજાની ચેતવણી

  • October 19, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્રાન્સની સરકારે નકલી બોમ્બની ધમકી આપનારાઓને જેલની સજા અને ભારે દંડની ચેતવણી જાહેર કરી છે. ન્યાય મંત્રી એરિક ડુપોંડ મોરેટીએ કહ્યું કે ગુનેગારોને શોધીને સજા કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, ફ્રાંસનો કાયદો પ્રેંક કોલ માટે 3 વર્ષ સુધીની જેલ અને 45,000 યુરોના દંડની છૂટ આપે છે.


બોમ્બની અફવાઓથી ફ્રાન્સ પરેશાન છે. જેના કારણે એક દિવસ પહેલા 15 એરપોર્ટને ખાલી કરાવવું પડ્યું અને 130 ફ્લાઈટ્સ રદ કરવી પડી. આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસમાં વર્સેલ્સ પેલેસને ત્રણ વખત ખાલી કરાવવો પડ્યો હતો.


ગુનેગારોને થશે સજા

ફ્રેન્ચ અધિકારીઓને શંકા છે કે યુવાનો અને બાળકો જવાબદાર છે. આવી અફવાઓ સતત સામે આવ્યા બાદ સરકારે આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. સરકારનું કહેવું છે કે આવું કરનારાઓને સજાની સાથે ભારે દંડ આપવો પડશે.


માતા-પિતા તરફથી નુકસાનની કરાશે ભરપાઈ ​​​​​​​

ફ્રાન્સના ન્યાય પ્રધાન એરિક ડુપોંડ-મોરેટીએ આ કામ કરનારાઓને નાનો જોકરો કહ્યા છે. તેમજ શપથ લીધા હતા કે તેઓને શોધી કાઢવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application