તમારું વીજ બિલ બાકી છે તેવો મેસેજ કરી વેપારી સાથે રૂા.૫.૭૮ લાખની છેતરપિંડી

  • October 04, 2023 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના વેપારીને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વીજ બીલ બાકી હોવાનો મેસેજ કરી પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ બે ટ્રાન્જેકશન કરી .૫.૭૮ લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી.આ અંગે વેપારીની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.સાયબર ફ્રોડના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહરેના જીવરાજ પાર્ક પાસે આવેલા અંબિકા ટાઉનશિપમાં કસ્તુરી રેસિડેન્સીમાં રહેતા અને કાસ્ટિંગ મેન્યુફેકચરિંગનો વેપાર કરતા નરેશભાઇ ધીભાઇ વામજા(ઉ.વ ૪૩) નામના વેપારીએ ઓનલાઇન છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વેપારીની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના વ્યવસાયને લઇ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય ગત તા.૩૧–૮ના રોજ મોબાઇલ પર એક ટેકસટ મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં તમે ઇલેકિટ્રસિટી બિલ ભયુ નથીનું જણાવ્યું હતું. તે મેસેજની નીચે એક મોબાઇલ નંબર પણ લખેલા હોય તે નંબર ઉપર ફોન કર્યેા હતો.
ફોન કરતા સામેવાળી વ્યકિતએ ભકિતનગર પીજીવીસીએલ ઓફિસમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. જેથી તેને પોતાનું લાઇટ બિલ તો ભરી દીધું હોવાનું જણાવ્યું હતું.સામાવાળાએ કહ્યું હતું કે તમા બીલ ભરાયું નથી.તેમ કહી પ્લે સ્ટોરમાંથી કવીક સ્પોર્ટ અને એરડ્રોપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.જે ડાઉનલોડ કરતા મોબાઇલનું એકસેસ સામાવાળી વ્યકિતએ મેળવી લીધું હતું.બાદમાં તે ચેક કરવા માટે પીજીવીસીએસની સાઇટ ઓપન કરાવી .૧૦ નું ટ્રાન્જેકશન કરાવ્યું હતું.ત્યાર બાદ ઓટીપી સામેવાળાને જતા રહ્યા હતાં. ત્યારે જ બે અલગ અલગ મેસેજ આવ્યા હતા. જે ચેક કરતા પહેલા મેસેજમાં .૭૮,૨૮૨ અને બીજા મેસેજમાં .૫ લાખનું ટ્રાન્ઝેકશન થયાનું જાણવા મળ્યું હતું. આ ટ્રાન્ઝેકશન ચેક કરતો હતો તે સમયે સામે વાળી વ્યકિતએ ફોન કટ કરી નાંખ્યો હતો. પોતાના ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થઇ જતા તુરતં સાયબર હેલ્પલાઇનમાં ફોન કરી વિગતો જણાવી હતી. જેના આધારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે પોતાની ફરિયાદ પરથી પીજીવીસીએલના કર્મચારી તરીકેની ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર બે મોબાઇલ નંબરધારક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application