લોભામણી જાહેરાતો અને સસ્તા આઈફોન સહિતના ઇલેકટ્રોનિકસ ગેઝેટ લેવા માટે જુદી જુદી લિંક મારફતે વેબસાઈટ મારફતે સંપર્ક સાધતા લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લઈ સાઇબર ઠગ દ્રારા છેતરપીંડી કરવામાં આવી રહી છે તેમજ યુવાનોને મધ મીઠી લાળ આપી એસ્કોર્ટ સર્વિસના નામે યુવતિઓ દ્રારા પણ ફ્રેન્ડશીપના નામે ચીટિંગ કરી પૈસા પડાવી લેવામાં આવી રહ્યા છે. આવી જુદી જુદી છેતરપીંડીનો ભોગ બનેલા ચાર લોકોએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આપવા માટે એ–ડિવિઝન પોલીસની સાયબર ટીમે ચાર અરજદારોએ ગુમાવેલા . ૧.૦૪ લાખ પરત અપાવ્યા હતા.
હિના એસ્કોર્ટ સર્વિસના નામે તુષાર વિનોદભાઇ ભરડવાને એક કેટલોગ મોકલી તેમાં અલગ–અલગ યુવતી સાથે ફ્રેન્ડશીપ કરાવી મિટિંગ કરાવવાની લાલચ આપી આપતા યુવક તેમાં ફસાયો હતો અને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ બનાવમાં સાઇબર ક્રાઇમની ટીમે યુવકને . ૧૩૨૫૦ પરત અપાવ્યા હતા. યારે જીગર પરસોતમભાઇ રંગાણીએ ફેસબુકમાં સાઇડ ઇનકમ માટે વર્કફ્રોમ હોમની જાહેરાત જોઇ સંપર્ક કરતા સામેવાળા દ્રારા ઘરે બેઠા ઓનલાઇન દવાનુ વેચાણ કરી કમાવાની લોભામણી લાલચ આપી સાયબર ફ્રોડ કરતા . ૧૦,૦૦૦ પરત અપાવ્યા હતા.
ત્રીજા બનાવમાં હકાભાઇ ગેલાભાઇ મુંધવાએ ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઇન સસ્તા ભાવમા આઇફોનની જાહેરાત જોઇ આઇફોન મંગાવતા તેમની સાથે સાયબર ફ્રોડ થયું હતું. જેના . ૪૫,૩૦૦ પરત અપાવ્યા હતા. ચોથા બનાવમાં રાજદીપસિંહ દીલીપસિંહ ભટ્ટીએ ઇન્સ્ટાગ્રામમાથી ઓનલાઇન સસ્તા ભાવમા હેન્ડસફ્રીની જાહેરાત જોઇ મંગાવતા તેમની સાથે પણ સાયબર ફ્રોડ થયું હતું. જેના . ૩૬.૧૭૪ પણ પોલીસે પરત અપાવ્યા હતા. આમ ઓનલાઇન ફ્રોડથી અલગ–અલગ અરજદારોનાં મળી કુલ પિયા ૧,૦૪,૭૨૪ પરત અપાવવામાં આવ્યા હતા.આ સાથે સાઇબર ક્રાઇમ પોલીસે લોકોને સસ્તી, લોભામણી જાહેરાતો અને મોબાઈલમાં આવતી અજાણી લિંક ન ખોલવી અને ચોક્કસાઈ કર્યા વગર પૈસા ટ્રાન્સફર ન કરવા અનુરોધ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ વિવાદ નથી, નરેશભાઇ જયંતિભાઇને મળશે : હસમુખ લુણાગરિયા
November 26, 2024 11:34 AMજયંતિ સરધારા પર હુમલાની ઘટના મામલે સમસ્ત પાટીદાર સમાજના આગેવાન મુકેશ મેરજાનું નિવેદન
November 26, 2024 11:29 AMવોર્ડ નં. 14ની બુથ સમિતિની રચના કરી સરઘસ કઢાયું
November 26, 2024 11:29 AMહળવદમાં જુગાર રમતા ૧૮ શખસો લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઝડપાયા
November 26, 2024 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech