કોમ્પ્લેક્ષની ગેલેરીમાં બત્તીના અંજવાળે જુગાર રમી રહેલા ચાર શખ્સ ઝડપાયા

  • August 23, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીએ શહેરની મુખ્ય બજારમાં આવેલા કોમ્પ્લેક્ષની ગેલેરીમાં જુગાર રમી રહેલા ચાર શખ્સને રોકડ રૂ.૩૪,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બીનો કાફલો  શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે  મેઇન બજાર, વોરા શેરીમાં આવેલ શ્રીપાલ ચેમ્બર્સના પહેલા માળે ગેલેરીની બત્તીના  અંજવાળે જુગાર રમી રહેલા  આરીફ ઉસ્માનભાઇ ધોળીયા (ઉ.વ.૩૮ રહે.ફલેટ નંબર-૩૦૩,આફરીન ફલેટ,પ્રભુદાસ તળાવ ચોક, ભાવનગર), મુસ્તાક અબ્દુલભાઇ કુરેશી (ઉ.વ.૩૪ રહે.સીદ્દીના તકિયા પાસે, મદ્દેસાની બાજુમાં, વડવા નેરા, ભાવનગર), જોહેબ રહેમતુલ્લાભાઇ હવેજ (ઉ.વ.૩૮ રહે.ટેનામેન્ટ નં.૮,ફિરદૌસ ટેનામેન્ટ નુર પાન સામે, જમનાકુંડ ભાવનગર) અને  આશીફ દિલાવરભાઇ રાઠોડ (ઉ.વ.૩૫ રહે.બ્લોક નંબર-૦૪, જુના બરફના કારખાના પાસે, પારસી અગિયારી સામે, રાણીકા,ભાવનગર)ને ઝડપી લઈ   રૂ.૩૫,૦૦૦ મળી કુલ રૂ.૩૪,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા અને  એજાજખાન પઠાણસહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News