ગંજીફાથી અંદર-બહારના જુગાર પર પોલીસ ત્રાટકી : ૧૧ હજારની રોકડ મળી
જામજોધપુરના જામવાડી ગામમાં માંગપતીનો જુગાર રમતા બે શખ્સને પકડી લીધા હતા, જયારે ૧૯ શખ્સો ફરાર થઇ ગયા હતા.
જામજોધપુરના જામવાડી ગામ ગાંધી ચોક, પાનની દુકાન સામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને સ્ટ્રીટ લાઇટના અજવાળે માંગપતી (અંદર-બહાર) નો જુગાર રમતા જામવાડી સ્મશાન સોસાયટી પાસે રહેતા સંજય કિશોર બારડ અને ગોડાઉન પાસે રહેતા નાનજી ખીમા ચાવડા નામના શખ્સોને રોકડ ૧૧૧૯૦ સાથે પકડી લીધા હતા.
દરોડા વખતે મોહન ઉર્ફે પપ્પુ માધા ચાવડા, જેન્તી ભોજા ચાવડા, કાના જીણા વાઘ, કાના વિનોદ દલવા, વિપુલ વલ્લભ ભડાણીયા, નરશી ભીખા ચાવડા, નાનજી ખાખા, અલ્પેશ ઉર્ફે આંબો જેન્તી વાછાણી, રાકેશ ભીમા ચાવડા, દિવ્યેશ ગોવિંદ વાછાણી, વિમલ અરવિંદ ખાંટ, નિલેશ તારા સગારકા, રમેશ ગીરધર ભડાણીયા, ચેતન ભગા સીતાપરા, રમેશ કીંદરખેડીયા, મેહુલ હાજા ડાકી, ભાવીન ઉર્ફે બાલી મનસુખ ખાંટ, રાજ ઉર્ફે બાલી રવજી ચાવડા અને ભરત વલ્લભ ચાવડા રહે. બધા જામવાડી નામના ઇસમો નાશી છુટયા હતા જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
***
દ્વારકામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે મોડીરાત્રીના સમયે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા રજાક ઉર્ફે ટોપી મામદ બેતારા, સબીર હાજી સોરઠીયા, અજય અશોક વાઘેલિયા અને ઇમરાન સલીમ દરવેશ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૩,૮૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech