"પાણી પીવા જઈએ છીએ" કહીને રાજકોટમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં રહેતી ચાર તરુણીઓ નાશી છૂટી

  • August 26, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં રહેતી ચાર તરુણીઓ પાણી પીવાનું કહીને નાસી છૂટી હતી. સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ તરુણીઓનો ક્યાંય પણ હતો ન મળ્યો. ત્યારબાદ અંતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.   


બનાવની વિગત અનુસાર, રાજકોટના ચિલ્ડ્રન હોમ પર ગર્લ્સના મહિલા અધિકારી પૂજા શિયાળએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રાજકોટની ચાર તરુણીઓ દુષ્કર્મ પોકસોના ગુનાનો ભોગ બની હતી અને અહીંયા રહેતી હતી. પાણી પીવા જઈએ છીએ તેવું કહીને ત્યાંથી નીકળી અને તરત જ ન આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી. શહેરના બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશન જેવા અને સ્થળે શોધખોળ કરવામાં આવી. પરંતુ ક્યાંય અતોપતો ન મળ્યો. ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આપતા પોલીસ દ્વારા પણ તમામે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ ચાર તરુણીઓની ગુમ થયા બાબતે અપહરણ અંગે ફરિયાદ નોંધાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application