જામનગર-સિકકામાં ક્રિકેટનો સટ્ટો રમતા ચાર ઝડપાયા

  • May 18, 2023 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકડ, મોબાઇલ, બે બાઇક મળી ૫૫ હજારનો મુદામાલ કબ્જે : બે ફરાર

જામનગરમાં આઇપીએલ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમનારા શખ્સો પર પોલીસે તવાઇ બોાલવી છે, જુદા જુદા દરોડા પાડવામાં આવ્યા હતા, દરમ્યાન ગઇકાલે તળાવની પાળ પાસેથી બે સટ્ટાબાઝને સીટી-એ પકડી લીધા હતા, જયારે સિકકા પંચવટી વિસ્તારમાં સટ્ટો રમતા બે ૩૭ હજારના મુદામાલ સાથે ઝપટમાં આવ્યા હતા અને કપાત લેનારનું નામ ખુલ્યુ હતું.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી તથા પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદશન મુજબ. સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોના માણસો સાથે જામનગર સીટી-એ ડીવીઝન વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ. રુષિરાજસિંહ જાડેજા, પો.કોન્સ. શીવરાજસિંહ રાઠોડને મળેલ બાતમી હકીકત આધારે જામનગર તળાવની પાળ ગેઇટ નં.બર-૨ની સામે બે ઇસમો પારી ઉપર બેસી પોતાના મોબાઇલની એપ્લીકેશનમાં ચાલતા ભારતના લખનઉમાં રમાતા આઇપીએલ-૨૦૨૩ના લખનઉ જાઇન્ટ વિ. મુંંબઇ ઇન્ડીયન્સ વચ્ચે રમાતા ૨૦-૨૦ મેચનું ટીવી પર પ્રસારણ થતું હોય તે નિહાળી પોતાના મોબાઇલથી ફોન કરી મેચના રનફેર તથા હારજીતના સોદાઓ કરી જુગાર રમી રમાડે છે.
તેવી હકિકતના આધારે રેઇડ કરતા આરોપી નિલેશ શાંતીલાલ મુંજાલ રહે. દિ.પ્લોટ-૫૫, નીરકુંજ મકાન, માધવ સાયકલ સ્ટોર્સની બાજુમાં, વિજય ભગવાનજી જોઇસર રહે. દિ.પ્લોટ-૪૦, મરદપીરની દરગાહની બાજુમાં જામનગરવાળાઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડા ૧૧૩૦૦ તથા મોબાઇલ-૨ કિ. ૭૦૦૦ મળી કુલ ૧૮૩૦૦ના મુદામાલ સાથે પકડી પાડી હેડ કોન્સ. રવિરાજસિંહ જાડેજાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી તેમજ આરોપી જગદીશ ઉર્ફે જે.પી. રહે. જામનગરવાળાને શોધવા તજવીજ કરવામાં આવી છે.
બીજા દરોડામાં સિકકા ડીસીસી કોલોની, મકાન નં. એચ-૪/૫૧ ખાતે રહેતા સતિષ ઉર્ફે સતીયો ચેતન સેન-મારવાડી અને સિકકાના શ્રીજી સોસાયટી નજીક ગોકુલધામમાં રહેતા પ્રવિણ નાથુરામ પ્રજાપતી આ બંને શખ્સો પોતાના મોબાઇલમાં આઇડી પર દિલ્હી અને પંજાબ વચ્ચે રમાયેલી ૨૦-૨૦ મેચના સોદાઓ રાહુલ નામના શખ્સ પાસે કપાત કરાવી જુગાર રમતા હોય જે બાતમીના આધારે સિકકા પોલીસે પંચવટી વિસ્તારમાં દરોડો પાડયો હતો.
સતિષ પાસેથી રોકડા ૫૦૦, ૧ મોબાઇલ, મોટરસાયકલ નં. જીજે૧૦ડીડી-૩૭૫૭ તથા પ્રવિણ પાસેથી ૨૦૦૦ રોકડા, ૧ મોબાઇલ અને મોટરસાયકલ નં. જીજે૧૦સીસી-૦૦૭૮ મળી કુલ ૩૭૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે સિકકા કારાભુંગા નિમાઝ કોલોનીમાં રહેતા રાહુલ પ્રજાપતીનું નામ ખુલ્યુ હતું, આ દરોડાની કાર્યવાહી સિકકાના પીએસઆઇ સરવૈયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application