ભાવનગર એસઓજી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર માદક પદાર્થ ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શખ્સો નીકળવાના હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે અમદાવાદ હાઇવે પર નિરમાના પાટિયા પાસે એસઓજી પોલીસ સ્ટાફ વોચમાં રહેતા શંકાસ્પદ કાર સાથે નીકળેલા ચાર શખ્સોને ઉભા રાખી તલાસી લેતા એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ શખ્સોને ડ્રગ્સ અને કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જે તમામ ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ભાવનગર એસઓજી પોલીસ મથકની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે મળેલી બાતમીના આધારે ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર વોચ ગોઠવી શંકાસ્પદ રીતે પસાર થતી કારને ઉભી રાખી તેમાં તલાસી લેતા કારમાંથી માદક પદાર્થ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે એસઓજી પોલીસે તૌફિકભાઈ અહેમદભાઇ મન્સુરી, એઝાઝભાઇ હનીફભાઇ મન્સુરી, અલ્ફાઝભાઈ સાદીકભાઇ ગોરી અને હુસૈનભાઈ અખ્તરભાઇ કલીવાળા (તમામ રહે.કુંભારવાડા, મફતનગર, મોતીતળાવ)ના પોતાના કબ્જા ભોગટાવાળી બલેનો કારમાંથી નાર્કોટીકસ મેફેડ્રોન ડ્રગ્સ વજન ૯૧.૮૦૦ મીલી ગ્રામ જેની કિંમત રૂપિયા ૯,૧૮,૦૦૦/- તથા ડીઝીટલ વજન કાંટો -૧, તથા ત્રણ મોબાઇલ કિ.રૂા.૧૫૦૦૦ તેમજ બલેનો કાર કિ.રૂ. ૭,૦૦,૦૦૦ તથા રોકડા રૂગ.૧૦૭૦ સહિત કુલ રૂપિયા ૧૬,૩૪,૦૭૦ ના મુદ્દામાલ ચારેય શખ્સોને ઝડપી લીધા હત્તમ અને તમામ વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એકટની કલમ ૮(સી), ૨૨(સી), ૨૯, મુજબ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech