પોરબંદરમાં ગુજરાત બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી દ્વારા બે દિવસની પક્ષી ગણતરી કરવામાં આવી હતી તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં આ વર્ષે પોરબંદરના જુદા જુદા વેટલેન્ડ ઉપર માત્ર પોણા ચાર લાખ પક્ષીઓ નોંધાયા છે જ્યારે ગત વર્ષે ૯,૫૯,૦૦૦ પક્ષીઓ નોંધાયા હતા તેથી આટલો મોટો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થવા પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે આ વર્ષે વધુ વરસાદ હોવાથી વધુ પાણી ભરાયેલા હતા તેના કારણે પક્ષીઓ છૂટાછવાયા ઉતર્યા હતા.
શિયાળાની શઆત થતા જ વિદેશી પક્ષીઓ પોરબંદર જિલ્લામાં મહેમાન બને છે અને પોરબંદર જિલ્લાના જુદા જુદા વેટલેન્ડ ઉપર તેઓ વસવાટ કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષી ગણતરી કરવામાં આવી હતી ગુજરાત બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી સંસ્થા દ્વારા પક્ષી ગણતરીનું આયોજન થયું હતું જેમાં પહેલી અને બીજી ફેબ્રુઆરીના રોજ પોરબંદરના જુદા -જુદા વેટલેન્ડ ઉપર પોરબંદર સહિત ગુજરાત અને અન્ય રાજ્યમાંથી આવેલા ૮૦ જેટલા પક્ષીવિદો એ પક્ષી ગણતરી કરી હતી. બે દિવસ સુધી જુદા જુદા વેટલેન્ડની આજુબાજુમાં જઈને દૂરબીન અને કેમેરા સહિત આધુનિક ટેકનિકથી ગણતરી કરવામાં આવી હતી.
વેટલેન્ડ વાઇઝ પક્ષીના આંકડા જાહેર
ગુજરાત બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી દ્વારા જાહેર થયેલા આંકડામાં પોરબંદર જિલ્લાના વેડલેન્ડ ઉપર ૩,૭૬,૯૩૭ જેટલા પક્ષીઓ કુલ નોંધવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મેઢાક્રિકમાં ૧,૮૧,૪૭૨ પક્ષીઓ નોંધાયા છે. તો બીજા ક્રમે મોકલ સાગર વેટલેન્ડમાં ૭૬,૬૪૨ પક્ષીઓ જોવા મળ્યા છે ત્રીજા ક્રમે બરડાસાગરમાં ૫૮,૭૫૨ પક્ષીઓ નોંધાયા છે. ચોથા ક્રમે અમીપુરમાં ૨૪,૩૩૫ પક્ષીઓ અને પાંચમા ક્રમે જાવરમા ૨૧,૬૪૮ પક્ષીઓ નોંધાયા છે. છઠ્ઠા ક્રમે પોરબંદરના છાયા વિસ્તારમાં ૫૭૩૭ સાતમા ક્રમે જન્નત બીચ ઉપર ૩૫૧૩ આઠમા ક્રમે કુછડીમાં ૩૦૬૫ નવમા ક્રમે પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે ૧૪૬૭ અને દસમા ક્રમે નવી બંદરમાં ૩૦૬ પક્ષીઓ નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech