૧૨-જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ૧૯ એપ્રિલ સુધી ભરાયેલા કુલ ૨૪ નામાંકન માંથી ૨૧ ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે ૩ ફોર્મ અમાન્ય રહ્યા છે.
જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના પુનમબેન હેમતભાઈ માડમ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એડવોકેટ જે.પી.મારવિયા, બહુજન સમાજ પાર્ટીના જયસુખભાઈ નથુભાઈ પિંગલસુર, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના રણછોડભાઈ નારણભાઈ કણજારીયા, ભારતીય સમતા સમાજ પાર્ટીના રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટીના પરેશભાઈ પરસોત્તમભાઈ મુંગરા તેમજ અપક્ષના ૧૫ ઉમેદવારો જેમાં અનવરભાઈ નુરમામદ સંઘાર, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, યુસુફભાઈ સિદિકભાઈ ખીરા, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, અલારખાભાઈ ઇશાકભાઈ ધુધા, જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, નદીમભાઈ મહમદભાઈ હાલા, કરશનભાઈ જેશાભાઈ નાગશ, નાનજીભાઈ અમરશીભાઈ બથવાર, રફીકભાઈ અબુબકર પોપટપુત્રા, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ, ભુરાલાલ મેઘજીભાઈ પરમાર, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરૂ, પુંજાભાઈ પાલાભાઈ રાઠોડ, વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
જે ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા છે તેમાં બહુજન સમાજ પાર્ટીના દામજીભાઈ નાજાભાઈ સૌંદરવાનો સમાવેશ થાય છે. તેમજ વૈકલ્પિક ઉમેદવાર હોવાથી ભારતીય જનતા પાર્ટીના બ્રિજરાજસિંહ હેમંતસિંહ જાડેજા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર વિરેન્દ્રસિંહ ટેમુભાના ફોર્મ રદ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૨ એપ્રિલ છે. હાલની સ્થિતિએ જામનગર બેઠક પર ૨૧ ઉમેદવારો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech