જામ શત્રુશલ્યસિંહજી મહારાજે એક પત્ર લખીને રાજ પરિવાર તરફથી લેવામાં આવેલા ઐતિહાસીક નિર્ણયની જાહેરાત કરી : દશેરાની વધામણી સાથે મુંજવણનો ઉકેલ મળ્યાનું જાહેર કરતા જામસાહેબ : જામનગરની પ્રજાની સેવાની જવાબદારી પ્રજા માટે વરદાનરૂપ ગણાવી
જામ શત્રુશલ્યસિંહજી મહારાજ એટલે કે જામનગરના જામસાહેબના વારસદાર તરીકે પુર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે અને રાજ પરિવાર તરફથી એક મોટો ઐતિહાસીક નિર્ણય કરવામાં આવ્યો છે.
જામ સાહેબને અંતીમ રાજવી કહેવામાં આવતા હતા અને એમના દિધર્યિુની પ્રાર્થના સાથે સાથે એવું પણ વિચારવામાં આવતુ હતું કે હવે કોણ જામસાહેબ બનશે, આખરે એ સવાલનો જવાબ ખુદ જામ સાહેબ દ્વારા જ જામનગરની જનતાને આપી દેવામાં આવ્યો છે, આજે વિજયા દશમીના દિવસે જામ સાહેબ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રની અક્ષરસ: વિગતો નીચે મુજબ છે.
‘‘દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે પાંડવોએ 14 વર્ષ પોતાના અસ્તીત્વને છુપાવી સફળતાપૂર્વક પુર્ણ કરીને વિજય મેળવ્યો હતો, આજે દશેરાના દિવસે મને પણ તેવો જ આનંદ થાય છે કારણ કે મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે. જેણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યુ છે, અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનપ છે. હું અજય જાડેજાનો હાર્દિક આભાર વ્યકત કંરૂ છું’’.
ઉપરોકત પત્ર જામ સાહેબ દ્વારા જાહેર કરવામાં આવતાની સાથે જ જામનગરને હવે પછીના જામ સાહેબ મળી ગયા છે અને રાજ પરિવારનો આ નિર્ણય ઐતિહાસીક માનવામાં આવે છે.
પુર્વ ક્રિકેટર અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના એક આધારસ્તંભ ઓલરાઉન્ડર તરીકે ભુમીકા ભજવી ચુકયા છે, ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમ વતી સારો દેખાવ કરી ચુકયા છે, જામ રણજીતસિંહજી, જામ દુલીપસિંહજી પછી રાજ પરિવાર તરફથી અજય જાડેજાએ પણ ક્રિકેટમાં જામનગરને નામ અપાવ્યું છે.
તેઓ છેલ્લા ઘણા સમયથી દિલ્હી રહે છે આમ છતા જામનગર સાથેનો એમનો નાતો અતુટ છે, સમયાંતરે તેઓ અહીં આવતા રહે છે અને સ્વાભાવીક રીતે જામનગર સાથે જોડાયેલા રહયા છે, આ દરમ્યાન જ જામ સાહેબ સાથે એમની આ મુદે વાતચીત થઇ હોવાનું માનવામાં આવે છે અને ત્યાર બાદ જ આ મોટો નિર્ણય જાહેર થયો હોઇ શકે.
જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ નાનકડા પત્રમાં ખુબ મોટી વાત કહી દીધી છે એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે મને એક મારી મુંઝવણમાંથી ઉકેલ મળ્યો છે મતલબ કે ખુદ શત્રુશલ્યસિંહજી મહારાજ પણ એ બાબતે ચિંતીત હતા કે હવે પછી જામસાહેબ તરીકે કોની પસંદગી કરવી અને આખરે એમને યોગ્ય પાત્ર મળ્યું છે, સાથે સાથે એમણે એવી પણ વાત કરી છે કે વારસદાર તરીકે અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે પ્રજા માટે આશિવર્દિરૂપ છે.
જામનગર શહેર, જીલ્લામાં ઘણા સમયથી આ બાબતને લઇને ચચર્ઓિ ચાલતી હતી અને જામ શત્રુશલ્યસિંહજીનું સ્થાન કોણ લેશે તે અંગે મત મતાંતરો વ્યકત કરવામાં આવતા હતા, આ સંજોગોમાં ખુદ શત્રુશલ્યસિંહજી મહારાજે એમની હૈયાતીમાં મુંઝવણનો અંત લાવી દીધો છે.
‘જામ સાહેબ’ની રાજ પરિવારની પરંપરા કેવી રીતે આગળ વધી ?
જામ સાહેબ દ્વારા પોતાના વારસદાર તરીકે પુર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવીક રીતે ઇતિહાસમાં નજર કરતા એવું જોવા મળે છે કે જામ સાહેબની રાજ પરિવારની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, હાલના જામ સાહેબ એટલે કે શત્રુશલ્યસિંહજી મહારાજને જામ દિગ્વીજયસિંહજી દ્વારા જામ સાહેબ જાહેર કરવામાં આવ્યા હતા અને જામ દિગ્વીજયસિંહને જામ રણજીતસિંહજી દ્વારા જામ સાહેબ જાહેર કરવામાં આવ્યા હતા.
મહારાજા શ્રી રણજીતસિંહજી (પ્રિન્સ રણજી) અપરણીત હતા એમણે પોતાના સગા ભાઇ એટલે કે શ્રી જુવાનસિંહજીના પુત્ર શ્રી દિગ્વીજયસિંહજીને દતક લીધા હતા.
જુવાનસિંહજીના 4 પુત્રો હતા જેમાં કુમાર શ્રી પ્રતાપસિંહજી, જામ શ્રી દિગ્વીજયસિંહજી, કુમાર શ્રી હિંમતસિંહજી અને કુમાર શ્રી દિલીપસિંહજી.
આમ અજય જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજાના પિતા પ્રતાપસિંહજી હતા જે દિગ્વીજયસિંહજીના સગા ભાઇ હતા. આમ હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા અને અજય જાડેજા વચ્ચે પિતરાઇ કાકાનો સંબંધ છે મતલબ કે જામસાહેબ અજય જાડેજાના પિતરાઇ કાકા ગણાય.
અજય જાડેજા જામ સાહેબના કૌટુંબીક ભત્રીજા
જામ સાહેબ દ્વારા વારસદાર તરીકે પુર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકોના મનમાં સબંધો વિશે સવાલ ઉઠે તો જણાવી દઇએ કે જામ સાહેબ તથા અજય જાડેજા વચ્ચે કૌટુંબીક કાકા-ભત્રીજાના સંબંધો છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજ જામ દિગ્વીજયસિંહજી મહારાજના પુત્ર છે, જયારે અજય જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા એ પ્રતાપસિંહજીના પુત્ર છે, જામ દિગ્વીજયસિંહજી અને પ્રતાપસિંહજી સગા ભાઇઓ હતા એ રીતે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી અજય જાડેજાના કૌટુંબીક કાકા થાય.
જામ ધમર્દિા ટ્રસ્ટનું સુકાન પણ હવે અજય જાડેજાને સંભાળવાનું રહેશે
રાજ પરિવારના જામ ધમર્દિા ટ્રસ્ટ હેઠળ અનેક ધર્મસ્થાનો હાલ છે જેની સાર સંભાળ આ ટ્રસ્ટ દ્વારા રાખાવામાં આવે છે અને તમામ દેખરેખ તથા વહિવટ જામસાહેબ દ્વારા કરવામાં આવે છે ત્યારે સ્વાભાવીક રીતે વારસદાર જાહેર થયેલા અજય જાડેજાને હવે જામ ધમર્દિા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તરીકેની ભુમિકા પણ ભજવવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech